Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અસ્તિત્વને ટકાવવા કોંગ્રેસ અને વામ મોરચો સાથે મળીને પશ્ચિમ બંગાળની ચૂંટણી લડશે:સોનિયા ગાંધીની લીલીઝંડી

ગત ચૂંટણીમાં કોંગ્રેસે 44 બેઠક પર જીત મેળવેલી પક્ષાંતર બાદ હાલમાં 23 સીટ છે : ભાજપ માત્ર 3 બેઠક જીતી હતી હાલમાં 16 ધારાસભ્ય છે

કોલકતા : પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અને લોકસભામાં સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ ગુરુવારે જાહેરાત કરી કે કોંગ્રેસ અને વામ મોર્ચો મળીને પશ્ચિમ બંગાળની ચૂંટણી લડશે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગઠબંધનની લીલી ઝંડી બતાવી છે.

પશ્ચિમ બંગાળમાં 2016ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને લેફ્ટ એક સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમ છતા મમતા બેનર્જી સામે કોઇ ખાસ પડકાર ફેંકી શક્યા ન હતા જો કે રાજ્યમાં કોંગ્રેસ વિધાનસભામાં બીજી સૌથી મોટી પાર્ટી બની હતી. કોંગ્રેસે 44 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે સીપીએમને 26 જ્યારે બાકી લેફ્ટના ઘટક દળોને કેટલીક સીટ મળી હતી. ભાજપ માત્ર 3 બેઠક જીતી હતી.

છેલ્લા 5 વર્ષમાં પશ્ચિમ બંગાળમાં રાજકીય સમીકરણ બદલાઇ ગયા છે. જો કે હાલના ધારાસભ્યના પક્ષાંતર પછી કોંગ્રેસની પાસે હાલ 23 ધારાસભ્ય છે જ્યારે ભાજપની પાસે 16 ધારાસભ્ય છે. પશ્ચિમ બંગાળમાં ભાજપનો રાજકીય ગ્રાફ સતત ઉપર જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ અને લેફટ બંનેની સામે પોત-પોતાનો રાજકીય આધારને બચાવી રાખવાનો મોટો પડકાર છે.

આ રાજકીય મજબૂરી કે રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં લેતા એક વાર ફરી બંને વચ્ચે ગઠબંધન કરવું પડ્યું છે. બંગાળમાં કોંગ્રેસ અને લેફ્ટ સાથે આવવાનો સીધો મતલબ છે પોતાના પક્ષને બચવાનો છે, કારણ કે રાજ્યમાં રાજકીય લડાઇ ભાજપ અને TMC વચ્ચે જોવા મળી રહી છે.

(11:24 am IST)