Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ICCમાં ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિ તરીકે જય શાહની નિયુકતીઃ BCCIના વાઈસ પ્રેસીડેન્ટ પદે રાજીવ શુકલા

૨૦૨૨માં આઈપીએલમાં હવે ૧૦ ટીમો ભાગ લેશેઃ અમદાવાદની ટીમ અદાણીને મળે તેવી પૂરી શકયતા

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ બોર્ડની ૮૯મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) યોજાઈ હતી. જેમા બીસીસીઆઈના સેક્રેટરી જય શાહને અત્યંત મહત્વની કામગીરી સોંપવામાં આવી છે. તેઓ હવે વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વિશ્વ ક્રિકેટનું સંચાલન કરતી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)માં ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિ તરીકે તેમની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત પીઢ કોંગ્રેસી નેતા રાજીવ શુકલાને બીસીસીઆઈના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે.

 

વિશ્વની સૌથી ધનાઢય અને લોકપ્રિય ટી૨૦ ક્રિકેટ લીગ આઈપીએલમાં ૨૦૨૨થી આઠને બદલે દસ ટીમ ભાગ લેશે. આમ  બે નવી ટીમને લીગમાં સામેલ કરવાનો બીસીસીઆઈની એજીએમમાં નિર્ણય લેવાયો હતો. આ બે ટીમમાં એક ટીમ અમદાવાદને અને ખાસ કરીને અદાણીને મળે તેવી પૂરેપૂરી સંભાવના છે.બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી બોર્ડના ં ડાયરેકટર તરીકે જારી રહેશે. જયારે જય શાહ વૈકલ્પિક ડાયરેકટર ઉપરાંત બોર્ડના પ્રતિનિધિ તરીકે આઈસીસીમાં હાજરી આપશે.જય શાહે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના જોઈન્ટ સેક્રેટરી તરીકે ક્રિકેટ સંચાલક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ તેઓ બીસીઆઈના સેક્રેટરી બન્યા છે અને હવે તેઓ આઈસીસીમાં પણ ડાયરેકટર ઉપરાંત ભારતના પ્રતિનિધિ રહેશે.ઉત્તરાખંડના માહિમ વર્માના સ્થાને રાજીવ શુકલાની વરણી લગભગ નિશ્ચિત હતી.

(11:19 am IST)