Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

૧૦ વર્ષ સુધી રહેશે કોરોના : વિશ્વની ૭૦% વસ્તીને રસીકરણ જરૂરી

કોરોનાની પ્રથમ વેકસીન નિર્માતાનો દાવો

નવી દિલ્હી તા. ૨૫ : bioNTech કંપનીના સીઈઓ ઉગુર સાહીન જેને પીફિઝરની સાથે મળીને એક કોરોના વેકિસન તૈયાર કરવામાં આવી છે. અને કહ્યું કે તેમને આશા છે કે કોરોના આવતા ૧૦ વર્ષ સુધી રહેનારા છે. તેઓએ કહ્યું કે આશા છે કે કોરોના આવતા વર્ષે ગરમીઓ બાદ તેને ન્યુ નોર્મલની જેમ લેવામાં આવશે.  જયારે તેને પૂછવામાં આવ્યું કે શું વિશ્વ પહેલાની જેમ સામાન્ય થઈ જશે તો તેઓએ કહ્યું કે આપણે એક નોર્મલની એક પરિભાષા જરૂરિયાત છે.આ વાયરસ આપણી સાથે ૧૦ વર્ષો સુધી રહેવાના છે. આપણે એ વાત માટે તૈયાર રહેવું જોઈએ જે હજુ પણ કોરોનાનો કહેર ચાલુ જ રહેશે. સાહીને કહ્યું કે ન્યુ નોર્મલનો મતલબ એ છે કે વિશ્વ દરેક દેશો હંમેશા લોકડાઉનમાં રહેશે. તેઓએ કહ્યું એ આ વર્ષે ઠંડીમાં અમે કોરોના કેસ ઓછા કરી શકીએ નહીં. પરંતુ કોરોનાને રોકવામા પ્રભાવી સાબિત થશે. તેઓએ કહ્યું કે વૈજ્ઞાનિક રીતે કહ્યું કે એ તો સાચું છે કે વેકસીનથીજે પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઇ છે તે કોરોનાના નવા રૂપે પર પણ કામ કરશે. તેઓએ કહ્યું કે અમારી વેકિસનમાં ૧૨૭૦ અમીનો એસિડ છે નવા વાયરસમાં ફેરફાર જોવા મળ્યો.

(11:15 am IST)