Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ચાબહાર બંદરના સંયુક્ત ઉપયોગ માટે આગામી બેઠકમાં અફઘાનિસ્તાનને પણ આમંત્રણ અપાશે

હવે બેઠકમાં ભારત, ઇરાન અને ઉઝબેકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન પણ જોડાશે

નવી દિલ્હી : વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ચાબહાર બંદરના સંયુક્ત ઉપયોગ માટે ભારત, ઇરાન અને ઉઝબેકિસ્તાન વચ્ચે આગામી બેઠકમાં અફઘાનિસ્તાનને પણ આમંત્રણ આપવામાં આવશે

   વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ભારત દ્વારા આયોજિત બેઠકની તારીખોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ઇરાનના ઊર્જાથી સમૃદ્ધ દક્ષિણ કિનારાના સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાંતમાં ચાબહાર બંદરને કનેક્ટિવિટીની દ્રષ્ટિએ મધ્ય એશિયાનું મુખ્ય બિંદુ માનવામાં આવે છે. ભારત, ઇરાન અને ઉઝબેકિસ્તાન વચ્ચે પ્રથમ ત્રિપક્ષીય વાતચીત 14 ડિસેમ્બરે યોજાઈ હતી અને ત્રણેય દેશોએ વેપાર વધારવા માટે બંદરનો સંયુક્ત ઉપયોગ કરવાની શક્યતા અંગે ચર્ચા કરી હતી. અફઘાનિસ્તાન મોટી બાજુ છે અને તેને બેઠક માટે બોલાવવામાં આવશે, એમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

(10:45 am IST)