Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

પ્રિયંકા ચોપરાએ બ્રાન્ડ વેલ્યુમાં સલમાન અને અક્ષયને પાછળ છોડ્યા

પ્રિયંકા ચોપરાની બ્રાન્ડ વેલ્યૂ સૌથી વધુ ૨૬૫ કરોડ રૂપિયા છે. ત્યારબાદ બીજા ક્રમે અક્ષય કુમાર ૨૬૦ કરોડ રૂપિયા, ત્રીજા નંબર પર ૨૫૨ કરોડ રૂપિયા સાથે સલમાન ખાન, ચોથા નંબર પર ૨૧૧ કરોડ રૂપિયા સાથે દીપિકા પાદુકોણ અને પાંચમા ક્રમે શાહરૂખખાન ૨૦૯ કરોડ રૂપિયા છે

મુંબઇ,તા. ૨૫: પ્રિયંકા ચોપડાએ કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી પાછળ જોયું નથી. તેણે બોલિવૂડથી લઈને હોલીવૂડ સુધી એક અલગ ઓળખ ઉભી કરી છે. તે જ સમયે હવે તેના નામે બીજી એક સિદ્ઘિ ઉમેરવામાં આવી છે. પ્રિયંકા ચોપડાની બ્રાન્ડ વેલ્યુ ભારતીય સેલિબ્રિટીમાં સૌથી વધુ બની ગઈ છે. અભિનેત્રીએ અક્ષય કુમાર, સલમાન ખાન અને શાહરૂખ ખાનને પાછળ છોડી દીધા છે.

ઓનલાઇન સેન્ટિમેન્ટ એનાલિસિસ કંપની ચેકબ્રાન્ડના જણાવ્યા અનુસાર પ્રિયંકા ચોપડાની ઓગસ્ટથી ઓકટોબર કવાર્ટરમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યૂ છે. કંપનીએ સૌથી વધારે ટ્રેન્ડિંગ ફિલ્મ સ્ટાર્સનું ત્રિમાસિક વિશ્લેષણ રજૂ કર્યું છે. આ માટે કંપનીએ ઓગસ્ટથી ઓકટોબર ૨૦૨૦ સુધી ૨૬ ભારતીય ફિલ્મ સ્ટાર્સના સોશિયલ મીડિયા હાજરી અને ડિજિટલ એગેજમેન્ટનું વિશ્લેષણ કર્યું છે.

રિપોર્ટ અનુસાર, ફોલોઅર્સ અને સોશિયલ મીડિયાના એન્ગેજમેન્ટનું વિશ્લેષણ કરવામાં આવે તો પ્રિયંકા ચોપરાની બ્રાન્ડ વેલ્યૂ સૌથી વધુ ૨૬૫ કરોડ રૂપિયા છે. ત્યારબાદ બીજા ક્રમે અક્ષય કુમાર ૨૬૦ કરોડ રૂપિયા, ત્રીજા નંબર પર ૨૫૨ કરોડ રૂપિયા સાથે સલમાન ખાન, ચોથા નંબર પર ૨૧૧ કરોડ રૂપિયા સાથે દીપિકા પાદુકોણ અને પાંચમા ક્રમે શાહરૂખ ખાન ૨૦૯ કરોડ રૂપિયા છે.

બીજી તરફ સોશિયલ મીડિયા એન્ગેજમેન્ટમાં સલમાન ખાન ૨.૨૫ લાખ એન્ગેજેન્ટ સાથે પ્રથમ નંબરે, શાહરૂખ ખાન બીજા નંબર પર ૨.૧૬ એન્ગેજેન્ટ, ત્રીજા નંબર પર ૧.૭ લાખ એન્ગેજેન્ટ સાથે અક્ષય કુમાર, ચોથા નંબર પર ૬૪,૦૦૦ એન્ગેજેન્ટ સાથે અજય દેવગણ અને અમિતાભ બચ્ચન ૬૨,૦૦૦ એન્ગેજેન્ટ સાથે પાંચમાં નંબરે છે.

(10:13 am IST)