Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રાજકોટમાં આજે ૬ મોતઃ નવા ૨૦ કેસઃ રિકવરી રેટ ૯૩.૬૦ ટકા

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોનાથી ગઇકાલે ૬ પૈકી એક મૃત્યુ જાહેર કર્યુ : કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૧૬૨ બેડ ખાલીઃ શહેરમાં નવા ૭ સાથે ૫૨ તથા જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ૬ નવા સાથે ૧૩૮ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન : શહેરમાં કુલ કેસનો આંક ૧૩,૨૪૨ એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં કુલ ૧૨,૩૭૬ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો

રાજકોટ, તા.૨૫:  વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન શહેર અને જીલ્લામાં  આજે ૬ મોત છેૅ. શહેરમાં બપોરે ૨૦ કેસ નોંધાયા છે. જયારે કોરોનાનો રિકવરી રેટ ૯૩.૬૦ ટકાએ પહોંચ્યો છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૪નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૫ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૬ દર્દીએ દમ તોડી દીધા હતો.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી ૬ પૈકી એક મોત જાહેર કર્યુ છે.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૧૬૨ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

શહેરમાં નવા   ૭ સાથે ૫૨ અને રાજકોટ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં ૬ સાથે ૧૩૮ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત છે.

બપોર સુધીમાં ૨૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૩,૨૪૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૨,૩૭૬ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૩.૬૦ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ૩૦૪૭ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૮૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૮૫ ટકા થયો  હતો. જયારે ૧૩૭ દર્દીઓને સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૧૯,૬૬૧ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૩,૨૪૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૫૪ ટકા થયો છે.

નવા ૭ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે ચંદ્ર પાર્ક- બિગ બજાર, ગોવર્ધન સોસાયટી-અમીન માર્ગ, કીર્તિનગર-કાલાવડ રોડ, મધુવન પાર્ક-યુનિવર્સિટી રોડ,મારૂતિનગર-કોઠારિયા રોડ, એ.જી સોસાયટી-કાલાવડ રોડ, શાસ્ત્રીનગર-નાનામૌવા, ગાંધી સ્મૃતિ સોસાયટી-પેડક રોડ સહિતના નવા ૭ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૫૨ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

(3:50 pm IST)