Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

બંધ બોર્ડર પર ટ્રક ડ્રાઈવર્સને શીખ સમૂદાયે ભોજન કરાવ્યું

ઈંગ્લેન્ડમાં શીખ સમૂદાયની સેવા ભાવના જોવા મળી : કેન્ટના ડોવરની બોર્ડર પર આ ટ્રક ડ્રાઈવર્સ ફસાયા હતા

લંડન, તા. ૨૪ : શીખ સમુદાયના લોકો સમગ્ર દેશ-દુનિયામાં લોકોની મદદ કરવા માટે જાણીતા છે. જે કોઈપણ સ્થળે મોટી આપત્તિ સર્જાય ત્યાં શીખ સમુદાયના લોકો તાત્કાલિક મદદ કરવા માટે પહોંચી જાય છે. હાલ ઈંગ્લેન્ડના શીખ સમુદાયના લોકોએ ફરી એકવખત લોકોનું દિલ જીતી લીધું છે. ઈંગ્લેન્ડના કેન્ટમાં બોર્ડર બંધ હોવાના કારણે રાહ જોઈ રહેલા ટ્રક ડ્રાઈવર્સને શીખ સમુદાયના લોકોએ જમાડ્યા હતા.

ઈંગ્લેન્ડના કેન્ટમાં બોર્ડર બંધ હોવાના કારણે જે ટ્રક ડ્રાઈવર્સ ત્યાં ફસાયેલા હતા અને બોર્ડર ખુલવા માટેની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ત્યાંના શીખ સમુદાયના લોકોએ જમવાનું તૈયાર કર્યું અને ટ્રક ડ્રાઈવર્સ સુધી પહોંચાડી આપ્યું કે જેથી તેઓ ભૂખ્યા રહે નહીં. ઈંગ્લેન્ડના કેન્ટના ડોવરની બોર્ડર પર ટ્રક ડ્રાઈવર્સ રાહ જોઈ રહ્યા હતા તેવું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઈંગ્લેન્ડના કેન્ટના ડોવરની બોર્ડર પર ઘણાં ટ્રક રોકાયેલા હતા. તેઓને વાતનો સહેજ પણ ખ્યાલ નહોતો કે બોર્ડર હવે ક્યારે ખુલશે. તેઓની મદદ માટે નજીકની ગુરુદ્વારાના શીખ સમુદાયના લોકો આગળ આવ્યા. ટ્રક ડ્રાઈવર્સ માટે શીખ સમુદાયના લોકોએ જમવાનું બનાવી આપ્યું કે જેથી તેઓ ભૂખ્યા રહે નહીં. શીખ સમુદાયના લોકોએ માત્ર કલાકમાં ૮૦૦ લોકો માટે જમવાનું તૈયાર કર્યું. ટ્રક ડ્રાઈવર્સ માટે શીખ સમુદાયના લોકોએ કરી, મશરૂમ અને પાસ્તાની ડિશ તૈયાર કરી આપી. બાદમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવામાં આવ્યું હતું.

(12:00 am IST)