Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

આજે મોદી દેશભરના ખેડૂતોને સંબોધશે : રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં LED સ્ક્રિન મૂકાયા

દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જમા કરાશે : પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવાશે : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ હોદ્દેદારો/અગ્રણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સ્થાનિક ભાજપ સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ વિવિધ સ્થાનોએ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

નવી દિલ્હી : ભારત રત્ન, દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને વાજપેયીજીના જન્મદિનને ઉજવવામાં આવશે. આ કાર્યક્રમોમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ હોદ્દેદારો/અગ્રણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સ્થાનિક ભાજપ સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ વિવિધ સ્થાનોએ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

 ‘પીએમ મોદી-કિસાન સન્માન નિધિ યોજના’ અંતર્ગત દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જમા કરાવવામાં આવનાર છે, જે સંદર્ભે વડાપ્રધાન  મોદી બપોરે 12.00 કલાકે દેશભરના ખેડૂતોને સંબોધન કરવાના છે તે કાર્યક્રમનું રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં LED સ્ક્રિન દ્વારા નિહાળવાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે. ગામડે ગામડે ખેડૂતોને ભાજપ સરકાર દ્વારા ખેડૂતોની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરવા માટે કરવા આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે સંવાદ કરવામાં આવશે.

પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીજીના જન્મદિનની ‘ગુડ ગવર્નન્સ ડે’ તરીકેની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં 248 તાલુકા મથકોએ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ‘કિસાન કલ્યાણ કાર્યક્રમો’ યોજાશે જેમાં લાભાર્થીઓને કૃષિ કલ્યાણલક્ષી વિવિધ લાભ સહાય આપવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, અધિકારીઓ, પ્રદેશ અગ્રણીઓ વિવિધ સ્થાને ઉપસ્થિત રહેશે.

 પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે આવતીકાલે ભાજપ દ્વારા દર વર્ષની જેમ રાજ્યના 51 હજારથી વધુ બુથમાં વાજપેયીજીને પુષ્પાંજલિના કાર્યક્રમ, તેમના વ્યક્તિત્વ અને દેશ માટેના યોગદાનનું સ્મરણ કરી વડાપ્રધાન મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં ભાજપા સરકાર કાર્યરત અંત્યોદયને લગતી યોજનાઓની માહિતી આપવા અંગેના કાર્યક્રમ ઉપરાંત રક્તદાન શિબિર અને હોસ્પિટલોમાં ફળફળાદી વિતરણ કરવામાં આવશે તેમજ જીલ્લા દીઠ વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરી પરમ શ્રદ્ધૈય અટલજીની કવિતાઓનું કાવ્યપઠન કરી તેમને સ્મરણાજંલી અપર્ણ કરવામાં આવશે.

(8:37 am IST)