Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

કોમ્યુનિટી ઓન્કોલોજી એલાયન્સ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવતા ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન ડો. કશ્યપ પટેલ : 1 જાન્યુઆરી 2021 થી હોદ્દો સંભાળશે

વોશિંગટન : કોમ્યુનિટી ઓન્કોલોજી એલાયન્સ પ્રેસિડન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન ડો. કશ્યપ પટેલ ચૂંટાઈ આવ્યા હોવાનું 15 ડિસેમ્બરના રોજ જાહેર કરાયું છે.

1 વર્ષની મુદત માટે ચૂંટાઈ આવેલા ડો.પટેલ 1 જાન્યુઆરી 2021 થી હોદ્દો સંભાળશે.

ઉપરોક્ત હોદા ઉપર ચૂંટાઈ આવવા બદલ અને પીડિતોની સેવા કરવાની તક મળવા બદલ ડો.પટેલે હર્ષ વ્યક્ત કર્યો હતો.

ડો.પટેલ અમેરિકન જર્નલના એસોશિએટ એડિટર છે.કેન્સરના દર્દીઓની સારવારનો પડકાર જીલવાની તક મળવા બદલ તેમણે રોમાન્ચ અનુભવ્યો હોવાનું જણાવ્યું હતું.

ડો.પટેલ હાલમાં સાઉથ કેરોલિના ખાતે આવેલા કેરોલિના બ્લડ એન્ડ કેન્સર કેર માં મેડિકલ ઓન્કોલોજીસ્ટ તથા સી.ઈ.ઓ.તરીકે સેવાઓ આપી રહ્યા છે.
કોમ્યુનિટી ઓન્કોલોજી એલાયન્સ નોનપ્રોફિટ એલાયન્સ છે.જેમાં ડો.પટેલ 2020 ની સાલમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવાઓ આપી ચુક્યા છે.

(5:03 pm IST)