Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

અમેરિકા ખાતેના ભારતના એમ્બેસેડર શ્રી હર્ષવર્ધન શ્રીંખલાની ફોરેન સેક્રેટરી તરીકે નિમણુંકઃ આવતા મહિને હોદો સંભાળશે

ન્યુ દિલ્હીઃ અમેરિકા ખાતેના ભારતના એમ્બેસેડર શ્રી હર્ષવર્ધન શ્રીખલાની ફોરેન સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેઓ આગામી મહિને વર્તમાન સેક્રેટરી શ્રી વિજય કેશવ ગોખલેનું સ્થાન સંભાળશે.

શ્રી હર્ષવર્ધન ૧૯૮૪ની બેચના ઇન્ડિયન ફોરેન સર્વિસ ઓફિસર છે. તેમણે ૨૦૧૪ થી ૨૦૧૬ની સાલ દરમિયાન થાઇલેન્ડ ખાતે ભારતના રાજદૂત તરીકે તથા ત્યારબાદ બાંગલાદેશ ખાતેના ભારતના હાઇ કમિશ્નર તરીકે ફરજ બજાવેલ છે. તથા છેલ્લા ૩૫ વર્ષથી ફોરેન ડીપાર્ટમેન્ટમાં સેવાઓ આપી રહ્યા છે. તેઓ દિલ્હીની સ્ટીફન કોલેજના ગ્રેજ્યુએટ છે.

(12:00 am IST)