Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

વાલ્મીકી સમાજની શિલ્પા શેટ્ટીએ આખરે માફી માંગી

તેની અને સલામાન ખાન વિરૂદ્ધ દેવલાલીમાં પણ થયો વિરોધ

મુંબઇ, તા. રપ :  બોલીવુડનો અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી એક પ્રાઇવેટ ચેનલ પર વાલ્મીકી સમાજ વિશે અપશબ્દ બોલ્યાં હોવાથી એનો વિરોધ દર્શાવવા દેવલાલી શહેરમાં મોરચો કાઢવામાં આવ્યો હતો. મોરચામાં બન્ને કલાકારોના નામે મુર્દાબાદના સુત્રોચર કરવામાં આવ્યા હતા.

અખિલ ભારતીય મેહતર સમાજ, ભારતીય વાલ્મીકી સમાજ અને અખિલ ભારતીય શ્રી વાલ્મીકિ નવયુવક સંઘના સભ્યોના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં સમાજના લોકો મોરચામાં જોડાયા હતા. અને દેવલાલી જુના બસ સ્ટેશન પાસે ભેગા થઇને ઝેંડા ચોક માર્ગથી દેવલાલી પોલીસ સ્ટેશન સુધી મોરચો લઇ ગયા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવીને બન્ને કલાકારો વિરૂધ્ધ એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધવાની માગણી કરી હતી.

વાલ્મીકિ સમાજ વિશે કરેલા નિવેદનથી છેલ્લા બે દિવસથી આખા દેશમાં થયેલા હોબાળા બાદ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી-કુન્દ્રાએ ગઇકાલે પોતાના નિવેદન બદલ ટવિટર પર ટવીટ કરીને માફી માંગી લીધી હતી. તેણે કહ્યું હતું કે 'મારા ઇન્ટરવ્યુમાં કેટલાક શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. આ શબ્દો કોઇની પણ લાગણીને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી બોલાવામાં આવ્યા ન હોતા. કોઇની ભાવનાને જો ફેસ પહોંચી હોય તો હું એ બદલ માફી માંગુ છું. મેં એવા દેશમાં જન્મ લીધો છે. જયાં જાતિ અને સમાજની ભારે વિવિધતા જોવા મળે છે અને હું દરેક જાતિ અને સમાજનું સન્માન કરૃં છું.

(3:21 pm IST)