Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

દેશની ૮ લોકસભા સીટો પર પેટા ચુંટણીઃ BJPને ટેન્શન

બીજેપી સામે આમાંથી ચાર પર પોતાનો કબ્જો જમાવી રાખવાનો પડકાર હશે

નવી દિલ્હી તા. ૨૫ : ગુજરાતમાં ઉમ્મીદથી પણ ઓછા માર્જિનથી જીત મેળવ્યા બાદ હવે બીજેપી જલ્દી જ આઠ લોકસભા સીટો પર થનારા પેટા ચૂંટણીમાં લાગી ગઈ છે. આવનારા થોડા જ મહિનામાં આ સીટો પર મતદાન થવાનું છે. બીજેપી સામે આમાંથી ચાર પર પોતાનો કબ્જો જમાવી રાખવાનો પડકાર હશે. કેન્દ્રની સત્તા પર રહેલી પાર્ટીને આ સીટો પર કોંગ્રેસના દિગ્ગજ ચેહરાસામે પડકાર મળવાનો છે. આથી બીજેપી પ્રતિદ્વંદીઓને હરાવી શકે તેવા ઉમેદવારોની શોધમાં છે.

પેટા ચૂંટણીના પરિણામોને મોદી સરકારની ઉપલબ્ધિઓ સાથે જોડાને જોવામાં આવશે. જેમાં જીએસટી લાગૂ કરવાની રીતોથી લઈને નોટબંધી અને ખેડૂતોની સ્થિતિ જેવા વિભિન્ન મુદ્દાઓનો સખત ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં લોકસભાની જે આઠ સીટો ખાલી છે. તેમાં રાજસ્થાનથી બે અજમેર અને અલવર, યૂપીથી બે ગોરખપુર અને ફૂલપુર, બિહારની અરરિયા, જમ્મૂ-કાશ્મીરની અનંતનાગ, પશ્યિમ બંગાળની ઉલુબેરિયા અને મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયા શામેલ છે.

અલમેર અને અલવરની સીટો તત્કાલીન બીજેપી સાંસદો ક્રમશઃ સાંવર લાલ જાટને ઓગસ્ટમાં અને મહંત ચાંદ નાથને સપ્ટેમ્બરમાં નિધનથી ખાલી થઈ હતી. તો બીજી બાજુ યુપીમાં મુખ્યમંત્રી અને કેશવ પ્રસાદ મૌર્યના ઉપ-મુખ્યમંત્રી બન્યા બાદ ક્રમશઃ ગોરખપુર અને ફૂલપુરની સીટો ખાલી છે. બંનેએ ઓગસ્ટમાં સાસંદ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

અરરિયાના આરજેડી સાસંદ તસ્લિમુદ્દીન અને ઉલુબેરિયાના ટીએમસી સાંસદ સુલ્તાન અહેમદનું સપ્ટેમ્બરમાં નિધન થઈ ગયું હતું જયારે તત્કાલીન બીજેપી સાંસદ નાનાભાઉ પટોલે હાલમાં જ પાર્ટી છોડીને સંસદની સદસ્યતામાંથી રાજીનામુ આપવાથી ભંડારા ગોંદિયાની સીટ ખાલી થઈ ગઈ. ૨૦૧૪દ્ગક ચૂંટણીમાં પટોલેએ અહીયા એનસીપીના કદાવર નેતા પ્રફુલ્લ પટેલને હરાવ્યા હતા.

સંવિધાનના નિયમો મુજબ કોઈ સીટ ખાલી થયાના ૬ મહિનાની અંદર ત્યાં પેટા ચૂંટણી યોજવી અનિવાર્ય છે. તેને જોતા ખાલી પડેલી આઠમાંથી કુલ છ સીટોમાં પેટા ચૂંટણી યોજવાની સમય મર્યાદા ફેબ્રુઆરી ૨૦૧૮ છે. સ્થિતિ સામાન્ય ના હોવાના કારણે અનંતનાગ પેટા ચૂંટણી ટાળી શકાય છે.

કોંગ્રેસના સૂત્રોએ ઈશારામાં કહ્યું કે, ૨૦૧૪ ચૂંટણીમાં હારેલા રાજસ્થાનના પ્રદેશ અઘ્યક્ષ સચિન પાયલટને પાર્ટી અજમેરથી જયારે ભંવર સિંહને અલવરથી ફરીથી ઉભા કરશે. તો બીજેપી સૂત્રો મુજબ બેહરોર વિધાયક અને વસુંધરા રાજે સરકારમાં કેબિનેટ મંત્રી ડો. જસવંત યાદવ અલવરથી જયારે સાવંર લાલ જાટના પુત્ર રામ સ્વરૂપ લાંબા અજમેરથી પાર્ટીના ઉમેદવાર હશે.

ભગવા દળ પર સૌથી વધારે દબાણ યુપીની ગોરખપુર અને ફૂલપુર સીટ બચાવવાનો હશે. જોકે યોગી આદિત્યાથનો જાદૂ કાયમ રહેવાથી ગોરખપુરમાં જીત મુશ્કેલ નથી લાગતી, પરંતુ ફૂલપુરમાં જીતવું સરળ નહીં હોય. કારણે કે હાલિયા નગરપાલિકા ચૂંટણીમાં અહીંયા બીજેપીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.(૨૧.૮)

 

(11:39 am IST)