Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

હવે ધડાધડ ગરીબલક્ષી પગલાઃ બજેટમાં SC, ST. માટે વધશે ફાળવણી

દેશની કુલ વસ્તીમાં S.C.અને ST. નો હિસ્સો રપ ટકા કરતાં પણ વધુ છે

 નવી દિલ્હી તા. રપ :.. આગામી લોકસભાની ચૂંટણી અગાઉ ગરીબલક્ષી પગલાનાં ભાગરૂપે સરકાર બજેટમાં શિડયુલ્ડ કાસ્ટ (એસસી) અને શિડયુલ્ડ ટ્રાઇબ (એસટી) માટેના ખર્ચની ફાળવણીમાં તીવ્ર વધારો કરે તેવી શકયતા છે. નીતિ આયોગે એક યોજના ઘડી છે જેનાથી એસસી અને એસટી માટેના ખર્ચમાં વધારો કરવામાં આવશે. દેશની કુલ વસતીમાં એસસી અને એસટીનો હિસ્સો રપ ટકા કરતાં વધુ છે.

નાણામંત્રાલયે તમામ મંત્રીઓ અને વિભાગોને જણાવ્યું છે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં રજૂ થનારા બજેટમાં અનુસુચિત જાતિ અને જનજાતિ માટે ફાળવણી વધારવામાં આવશે. મોટા ભાગના કિસ્સામાં ફાળવણીમાં નોંધપાત્ર વધારો થયો છે જે નીતિ આયોગની ફોર્મ્યુલા પ્રમાણે છે. ઉદાહરણ તરીકે એસસી અને એસટી માટે ફુડ અને જાહેર વિતરણમાં શૂન્ય ટકા અને ૧.૪ ટાક ફાળવણી  કરવામાં આવી હતી. જયારે નવી ફોર્મ્યુલામાં તે વધારીને અનુક્રમે ૮.૩૦ ટકા અને ૪.૩૦ ટકા કરવામાં આવી છે.

સ્મૃતિ ઇરાનીના નેતૃત્વ હેઠળ કપડા મંત્રાલય એસસી અને એસટી માટેની ફાળવણી અનુક્રમે પ ટકાથી વધારીને ૧૬ ટકા અને ૧.ર૦ ટકાથી વધારીને ૮.૬૦ ટકા કરશે. તેવી જ રીતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં એસસી માટે ફાળવણી ૧પ.ર૦ ટકાથી વધારીને ૧૬.૬૦ ટકા અને એસટી માટે  ૮.ર૦ ટકાથી વધારીને ૮.૬૦ ટકા કરવામાં  આવશે. ઉચ્ચ શિક્ષણમાં ફાળવણી ૧પ ટકાથી વધારીને ૧૬.૬૦ ટકા અને એસટી માટે ૭.પ૦ ટકાથીવધારીને ૮.૬૦ ટકા કરવામાં આવશે. હાલનું  વિતરણ નરેન્દ્ર જાદવ કમીટીની ભલામણો પર આધારિત છે. આયોજન અને બિનઆયોજન ખર્ચનો તફાવત લાગુ હતો ત્યારે આ ભલામણો થઇ હતી. સરકારે તે ભેદભાવ દુર કર્યો હતો અને ત્યારબાદ એસસી અને એસટી માટે ભંડોળ ફાળવવાની પધ્ધતિની સમીક્ષા કરવાનું કામ નીતિ આયોગને સોંપાયું હતું.

નીતિ આયોગે ર૦૧૧ ની વસતી ગણતરીના આધારે તેની સમીક્ષા રજૂ કરી છે. આયોજન પંચ નાબુદ કરવામાં આવ્યા બાદ તેની જગ્યાએ નીતિ આયોગની રચના થઇ હતી. તેણે મંત્રાલયો અને વિભાગોને સ્કીમની સમીક્ષા કરવા જણાવાયું છે જેમાં અલગ ફંડ ફાળવાયું ન હતું. પરંતુ એસસી અને એસટી ખર્ચને સબસીડી જેવા જનરલ કોમ્પોનન્ટમાં સામેલ કરાયું હતું. આ સ્કીમમાં ખર્ચની ગણતરી કરવામાં આવશે અને સુધારેલી ફાળવણી પ્રમાણે અલગ રાખવામાં આવશે. ચાલુ રાજકોષીય વર્ષમાં શિડયુલ્ડ કાસ્ટ માટે કુલ ફાળવણી રૂ.પર,૪૦૦ કરોડની  હતી જે નાણાકીય વર્ષમાં  રૂ. ૩૦,૬૦૦ કરોડ હતી. સમાન ગાળામાં શિડયુલ્ડ ટ્રાઇબ માટેની ફાળવણી રૂ. ર૧,ર૦૦ કરોડથી વધીને રૂ. ૩ર,૦૦૦ કરોડ થઇ છે. (પ-૭)

(9:58 am IST)