Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

વ્‍યાપમ પોલીસ કોન્‍સ્‍ટેબલની ભરતી મામલામાં ૩૦ દોષિઓને ૭ વર્ષની અને એકને ૧૦ વર્ષની જેલ સજા

સીબીઆઇની સ્‍પેશ્‍યલ કોર્ટએ સોમવારના મધ્‍યપ્રદેશમાં ર૦૧૩ માં થયેલ વ્‍યાપમ પોલીસ કોન્‍સ્‍ટેબલની ભરતી ગોટાળામાં ૩૦ દોષિઓને સાત-સાત વર્ષની જેલની સજા સંભળાવી છે.

જયારે મુખ્‍ય દોષી પ્રદિપ ત્‍યાગીને ૧૦ વર્ષની જેલ સજા મળી. ર૦૧૩ માં સામે આવ્‍યુ હતુ કે પરીક્ષા આપનારા ઘણા વિદ્યાર્થીઓની જગ્‍યાએ કોઇ અન્‍યોએ પરીક્ષા આપી હતી.

સુપ્રીમ કોર્ટએ ર૦૧પ માં મામલાની તપાસ સીબીઆઇને સોંપી હતી.

(10:24 pm IST)