Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ગુજરાતનું ગૌરવ હેમાંગ પલાણઃ ઝી ટીવી ઉપર આવતી લોકપ્રિય સિરીઅલ ''ઇશ્ક સુભાન અલ્લાહ'' માં રશિદ મિયાના રોલમાં

લખનૌઃ ગુજરાતનું ગૌરવ હેમાંગ પલાણઃ ઝી ટીવી ઉપર ''ઇશ્ક સુભાન અલ્લાહ સિરીઅલમાંઃ ઝી ટીવી ઉપર  ચાલી રહેલી ખૂબ લોકપ્રિય સિરીઅલ ''ઇશ્ક સુભાન અલ્લાહ'' લખનૌમાં નિકાહ પ્રોગ્રામ દેખાડશે જેમાં ગુજરાતના વેરાવળ સોમનાથના વતની શ્રી હેમાંગ પલાણ રશિદ મિયાંનો મહત્વનો રોલ ભજવી રહ્યા છે.

હાલમાં આ સિરીઅલ વિશ્વમાં દરરોજ લાખો લોકો જોઇ રહ્યા છે. જેમાં નવી જુની પેઢીના સુભગ સમન્વયની કથા વણી લેવાઇ છે.

ઉલ્લેખનીય છે કે શ્રી પલાણ રંગમંચના કલાકાર છે જેમણે ગુજરાત, મુંબઇ તથા લંડનમાં પ્રિન્ટ તેમજ ટેલીવિઝન મિડીયામાં કામ કરેલુ છે.

(8:17 pm IST)