Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ઝારખંડમાં મોદીની રેલીઓ પહેલા જ મજબુત સલામતી

ઝારખંડમાં હજુ નક્સલી સક્રિય રહેલા છે : બાતમી મળ્યા બાદ કેટલાક રાજ્યોમાં એલર્ટની જાહેરાત

નવી દિલ્હી,તા. ૨૫ : ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમી ચરમ સીમા પર પહોંચી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝારખંડમાં આજે રેલીઓ પહેલા તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી હતી. મોદીએ ચૂંટણી પ્રચારનુ રણશિંગુ ફુંકયું હતું. તેમની આજે ડાલ્ટનગંજ અને ગુમલામાં રેલી યોજાઈ હતીપ્રથમ તબક્કામાં ૧૩ સીટો માટે ૩૦એ મતદાન થનાર છે. પ્રાપ્ત હેવાલ મુજબ કેટલાક રાજ્યોમાં નક્સલવાદીઓ હજુ સક્રિય થયેલા છે. નક્સલવાદીઓ હવે નવા હુમલા કરવાની તૈયારી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ નક્સલવાદીઓ પાસે હવે નાણાં આવી ગયા છે. આવી સ્થિતીમાં નવા હુમલા કરવાની રાહ જોવામાં આવી રહી છે. નક્સલવાદીઓ નવા હુમલાને અંજામ આપવા માટે પોતાના આકાઓના આદેશની રાહ જોઇ રહ્યા છે. કોઇ પણ સમય આદેશ મળ્યા બાદ હવે હુમલા કરવામાં આવશે. ગુપ્તચર સંસ્થાઓને બાતમી મળ્યા બાદ નક્સલવાદીગ્રસ્ત રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે. નક્સલવાદી વિતેલા વર્ષોમાં પોલીસ અને સુરક્ષા દળના કાફલા પર વધારે હુમલા કરતા રહ્યા છે. હવે પોતાની હાજરી પુરવાર કરવા માટે કેટલાક સંગઠનની મદદ પણ લેવામાં આવી રહી છે. નક્સલવાદી ગતિવિધી પર બ્રેક મુકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પહેલાથી પગલા લેવામાં આવી રહ્યા છે. ચૂંટણી પહેલા સુરક્ષા દળો વધારે સાવધાન બની ચુક્યા છે.

(8:05 pm IST)