Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

સત્ય પાસે શ્રાપ નહી પરંતુ માફી હોય છેઃ પૂ. મોરારીબાપુ

બિહારના બકસરમાં આયોજીત 'માનસ અહલ્યા' શ્રીરામ કથાનો ત્રીજો દિવસ

રાજકોટ, તા., ૨૫: સત્ય પાસે શ્રાપ નહિ માફી હોય છે તેમ પૂ. મોરારીબાપુએ બિહારના બકસર ખાતે આયોજીત 'માનસ અહલ્યા' શ્રીરામ કથાના ત્રીજા દિવસે કહયું હતું.

શનીવારથી બિહારના બકસર ખાતે શ્રીરામ કથાનાં ત્રીજા દિવસે પૂ.મોરારીબાપુએ કહયું હતું કે સતત મુશ્કુરાહટમાં રહો અને ધાર્મિકતાને મહત્વ આપો.

કોઇ શ્રોતાઓ ચાણકય ગુજરાતી હતા? તેવા પ્રશ્નના જવાબમાં પૂ. મોરારીબાપુએ કહયું કે મને તો બધા ગુજરાતી લાગે છે. પરમાર્થમાં રહે તે પરમાર્થી હોય છે.

પૂ.મોરારીબાપુએ ગઇકાલે શ્રીરામ કથાના બીજા દિવસે કહયું કે કૃપા પક્ષનું પ્રાગટય આ ભુમીથી થાય છે. કૃપા સીધી ન પચે પણ એ કોઇ સાધુ દ્વારા પચાવી શકાય છે. રામના જન્મથી તેના વિવાહ થયા ત્યાં સુધીમાં પાંચયજ્ઞ-પંચયજ્ઞ થયા છે. જેમાં અહલ્યાના આશ્રમનો યજ્ઞ મધ્યમાં છે. બે યજ્ઞ આદિ અને બે યજ્ઞ અંતમાં થયા છે.

પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે દરેક અહલ્યાને તેની એક ભુલ માટે મોકો મળવો જોઇએ. બાપુએ જણાવ્યું કે અહલ્યાએ આપણી વૃતિનું નામ છે. જડમતી, દુરમતી, શિલામતી હોવા માટે સ્ત્રી હોવું એ જરૂરી નથી ભુલ કોણ નથી કરતું?

(3:45 pm IST)