Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

શું શરદ પવારના ઈશારાથી અજિત ભાજપ સાથે? સવાલ સાંભળી પવાર હસવા મંડયા

સતારાના કરાડમાં પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારના ઈશારે અજિત પવારના બીજેપીની સાથે જવાના પ્રશ્ન પર શરદ પવાર પહેલાં હસ્યા અને પછી તેમણે કહ્યું કે જો એવું હોત તો હું મારી પાર્ટીના લોકોને તો મારી સાથે જ રાખત

નવી દિલ્હી, તા.૨૫: મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં પહેલાં જ એનસીપી ચીફ શરદ પવાર સતારાના કરાડ પહોંચ્યા હતા. અહીં પત્રકારોના દરેક પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. તેઓએ કહ્યું કે અજિત પવારે આવું શા માટે કર્યું તેની કોઈ જાણકારી નથી. તેઓએ એમ પણ કહ્યું કે અજિત પવારની બગાવતમાં તેમનો કોઈ હાથ નથી. અજિતનો આ પોતાનો નિર્ણય છે. એનસીપીમાં  બીજેપીની સાથે સરકારમાં સામેલ નહીં થાય. હવે જે કંઈ પણ સાબિત થશે તે વિધાનસભામાં વિશ્વાસમતના સમયે થશે.સતારાના કરાડમાં પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે દરેક પ્રશ્નોનો જવાબ આપ્યો. તેઓએ કહ્યું કે અજિત પવારની સાથે તેમની કોઈ વાત થઈ નછી. તેમના ઈશારે અજિત પવારના બીજેપીની સાથે જવાના પ્રશ્ન પર પહેલાં તેઓ હસ્યા અને પછી કહ્યું કે જો એવું હોત તો હું મારી પાર્ટીના લોકોને તો મારી સાથે લેતો. તેઓએ કહ્યું કે હું શિવસેનાની સાથે એટલો આગળ વધી રહ્યો છું તો હું એવું કેવી રીતે કરી શકું, આ વિશે હું વિચારી પણ શકતો નથી.

સરકાર બનાવવાને લઈને શરદ પવારે કહ્યું કે અમારે ૫ વર્ષ માટે રાજય ચલાવવાનું છે. કોંગ્રેસ અને અમે સાથે હતા અને શિવસેના અલગ વિચારધારા ધરાવે છે. આ માટે અમારે તેમની સાથે દરેક મુદ્દા પર વાત કરવી હતી. દરેક ચીજને સ્પષ્ટ કરવાની હતી. શરદ પવારે કહ્યું કે જયોર્જ ફનર્િાન્ડઝની સાથે અટલ બિહારી વાજપેયીની સરકાર બનાવી હતી. આ સમય અમે જોયો છે. ત્યારે વાજપેયીએ સૌને સાથે બેસાડ્યા જે વિવાદ હતો તેને અલગ રાખ્યો અને કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરીને સરકાર બનાવી.

શરદ પવારે કહ્યું કે જયારે ત્રણેય પક્ષો સાથે આવ્યા તો અનેક વાત એવી હતી જેને લઈને શિવસેનાનો મત અલગ હતો. અમે તેને બાજુ પર રાખ્યો અને સરકાર બનાવવાનું નક્કી કર્યું. શરદ પવારે કહ્યું કે દેવું માફ કરવાનું કહેવું સરળ છે. પરંતુ તે કેવી રીતે થશે તેની ચર્ચા પણ જરૂરી છે. શરદ પવારે કહ્યું કે રાજનીતિમાં કોઈ યંગ કે કોઈ વૃદ્ઘ થતું નથી. અહીં પક્ષ હોય છે. તેઓએ કહ્યું કે સરકાર સંખ્યા પર ચાલે છે. અમે સરકાર બનાવવા સક્ષમ છીએ અમે તે કામ કરી લીધું છે.

(3:30 pm IST)