Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

અન્ય ૪ ડિરેકટરોના રાજીનામાં પણ ફગાવાયા

R.Com ના લેન્ડર્સ દ્વારા અનિલ અંબાણીનું રાજીનામું નામંજૂર

મુંબઇ, તા. રપ : રિલાયન્સ કોમ્યુનિકેશન્સે રવિવારે જણાવ્યું હતું કે આરકોમના લેન્ડર્સે કંપનીના ચેરમેન અનિલ અંબાણી અને બીજા ચાર ડિરેકટરોના રાજીનામાને નામંજૂર કર્યા છે અને જણાવ્યું છે કે તેઓ હાલમાં કંપની સામે ચાલી રહેલી ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રીયામાં હસયોગ કરે.

અનિલ અંબાણી અને ચાર ડિરેકટરો રાયના કરાણી, છાયા વિરાણી, મંજરી કાકેર અને સુરેશ રંગાચારે આ મહિનાની શરૂઆતમાં કંપનીમાંથી રાજીનામા આપી દીધા હતા. રવિવારે કંપનીએ આ જાણકારી બોમ્બે સ્ટોક એકસચેંજને આપી હતી અને જણાવ્યું હતું કે ર૦ નવેમ્બરે કમીટી ઓફ ક્રેડિટર્સની બેઠક થઇ હતી અને કીમટીએ એકમતે નિર્ણય કર્યો હતો કે આ રાજીનામામાં સ્વીકારી શકાય તેમ નથી. કંપની પર લેન્ડર્સનું ૪૯,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું બાકી છે. કંપની સામે ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રીયા શરૂ થઇ હોવાથી કંપની હાલમાં રિઝોલ્યુશન પ્રોફેશનલ અનીષ નિરંજન નાણાવટીના નિયંત્રણમાં છે. ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ (આઇબીસી) હેઠળ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે જૂનામાં તેમની નિમણૂંક કરી હતી. સ્વીડનની ટેલીકોમ કંપની એરિકસને ગયા વર્ષે આર કોમ સામે ઇન્સોલ્વન્સી પીટીશન ફાઇલ કરી હતી. આર કોમે અપીલેટ ટ્રિબ્યુનલમાંથી સ્ટે લીધો હતો, પણ આ વર્ષે કંપનીએ ઇન્સોલ્વન્સી પ્રક્રિયામાં જવાનો નિર્ણય લીધો હતો. આર કોમે જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૩૦,૧૪ર કરોડની ખોટ કરી હતી.

(12:55 pm IST)