Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

નવા વકીલો હાઇકોર્ટ કે સુપ્રિમ કોર્ટમાં સીધી પ્રેકટીસ કરી શકશે નહિં: BCI

દરેક નવા વકીલોએ જીલ્લા તાલુકાની કોર્ટમાં બે વર્ષની પ્રેકટીસ કર્યાનો અનુભવ લેવો પડશે : સુપ્રિમ કોર્ટમાં પ્રેકટીસ કરવા માટે હાઇકોર્ટમાં બે વર્ષની પ્રેકટીસ જરૂરી : બારકાઉન્સીલ ઓફ ઇન્ડીયા એડવોકેટ માટે પ્રેકટીસનો લઘુતમ અનુભવ ફરજીયાત બનાવશે : એડવોકેટ એકટસમાં સુધારો કરવામાં આવશે...

રાજકોટ,તા.૨૫: બારકાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે જો નવા વકીલો હાઇકોર્ટમાં પ્રેકટીસ કરવા માગતા હશે તો તેમણે ફરજિયાત અનુભવ મેળવવાનો  રહેશે. અને આ માટે ફરજિયાત અનુભવની કલમ ઉમેરવા એડવોકેટ્સ એકટમાં સુધારો કરશે.

બારકાઉન્સિલ ઓફ ઇન્ડિયા (પીસીઆઇ) જણાવ્યું હતું કે કોઇ પણ નવા વકીલને કોઇ પણ રાજ્યની કોઇ પણ હાઇકોટમાં પ્રેકટીસ કરતા પહેલા જિલ્લાં કે તાલુકા કોર્ટમાં ઓછામાં ઓછા બે વર્ષની એડવોકેટ તરીકે પ્રેકટીસ ફરજીયાત બનાવશે. અને સુપ્રીમકોર્ટમાં પ્રેકટીસ કરવા માગતા+ વકીલને હાઇકોર્ટમાં બે વર્ષની પ્રેકટીસનો અનુભવ ફરજીયાત કરવામાં આવશે. આમ હવે. નવા એડવોકેટ સીધા હાઇકોર્ટ કે સુપ્રીકોર્ટમાં પ્રેકટીસ કરી શકશે. નહીં હાઇકોર્ટમાં પ્રેકટીસ માટે નવા વકીલોએ સિવિલ કે જિલ્લા કાર્ટમાં બે વર્ષની પ્રેકટીસ નો અનુભવ લેવો પડશે. અને એ જ રીતે સુપ્રીકોર્ટમાં પ્રેકટીસ કરવા માટે વકીલોએ હાઇકોર્ટમાં પ્રેકટીસ કર્યાનો બે વર્ષનો અનુભવ લેવો પડશે.

બારકાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિવેદન અનુસાર તાજેતરમાં એક જાહેર સમારોહમાં ભારતના નવા સમારોહમાં ભારતના નવા મુખ્ય ન્યાયમુર્તિ એસએબોબડે દ્વારા કરવામાં આવેલ સુચનાના સદર્ભમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એટની જનરલ કે કે વેણુ ગોપાલ , અન્ય ટોચના વકીલો અને જજો હાજર રહ્યા હતા જો નવા નિયમો ઘડવામાં આવશે તો નવા વકીલે હાઇકોર્ટમાં પ્રેકટીસ કરવા માટે એક સટીફીકેટ રજુ કરવું પડશે. અને આ સર્ટિફીકેટ ૧૫ વર્ષની પ્રેકટીસનો અનુભવ ધરાવનાર એડવોકેટ જ ઇસ્યુ કરી શકશે. જો કે જિલ્લા ન્યયાધીશ પણ આ પ્રકારનું સર્ટિફિકેટ ઇસ્યુ કરી શકશે.

બારકાઉન્શિલ ઓફ ઇન્ડિયાએ વધુ જણાવ્યું છે કે જો કોઇ નવા વકીલ બે વર્ષના અનુભવનું આ પ્રકારનું પ્રમાણપત્ર રજુ ન કરે તો તેવા નવા વકીલને હાઇકોર્ટ બારએસોસિએશન સભ્ય બનાવવા જોઇએ નહીં એટલે કે સભ્યપદ આપવું જોઇએ નહી. એ જ રીતે સુપ્રીમકોર્ટમાં પ્રેકટીસ કરવા માગતા વકીલે હાઇકોર્ટ બારએસોસિએશન હાઇકોર્ટના રજીસ્ટ્રાર જરનલે અનુભવનું પ્રમાણપત્ર રજુ કરવું પડશે. બારકાઉન્શિલ ઓફ ઇન્ડિયા આ પ્રકારનું સર્ટિફિકેટ મેળવવા માટે વકીલો હાઇકોર્ટમાં કેટલી વખત એડવોકેટ તરીકે હાજર થયા છે. એવો એક નિયમ પણ ઘડવામાં આવશે. અને વકીલે આ પ્રમાણપત્ર મેળવવા માટે પોતે કેટલી વખત કોર્ટમાં રજુ થયા છે તે દર્શાવવું પડશે. આ નિયમોનો ચાર મહિનામાં અમલ થવાની શકયતા છે. માર્ચ ૨૦૨૦ સુધીમાં આ નવા નિયમો વકીલના વ્યવસાયમાં આવતા નવાગંતુકોને લાગુ પડશે.

એડવોકેટ એકટ સુધારો કરીને તેમજ કાયદાની કલમ ૭ અને ૪૯માં દર્શાવેલ વર્તમાન સત્તાનો ઉપયોગ કરીને કરી શકશે. એ જ રીતે તબીબી ક્ષેત્રમાં પણ બારકાઉન્સિલ વકીલો માટે ૧૦ વર્ષની પ્રેકટીસ ફરજીયાત કરવા જઇ રહી છે. વકીલે પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા ૪૦ દિવસની તાલીમ પણ મેળવવી પડશે. વેણુ ગોપાલે તાજેતરમાં આ સમારોહમાં બોલતા જણાવ્યું હતું કે ન્યાયમુતિઓની નિવૃત્તિ વય મર્યાદા વધારીને હવે ૬૭ થી ૭૦ વર્ષની કરવી જોઇએ. બારકાઉન્સિલ આ સુચન સાથે સંમત થયેલ છે. અને જણાવ્યું છે કે તેમની પણ આ એક લાંબા સમયની માગણી હતી. પરંતુ બારકાઉન્સિલે જણાવ્યું હતું કે જો નિવૃતિ વયમર્યાદા વધારવામાં આવશે. તો જજોને નિવૃતિ બાદ કમિશન, ટ્રીબ્યુનલ કે બોર્ડમાં આપવામાં આવતુ પોસ્ટીંગ મળશે નહીં આ પોસ્ટીંગ તેના બદલે લાયક વકીલોને આપવામાં આવશે.

બારકાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે સબોડિનેટ જ્યુડિશિયરીમાં જજોની નિમણૂક માટે લઘુતમ અનુભવના વર્ષો નક્કી કરવાના મુદ્દા પર ચર્ચા વિચારણા ચાલી રહી છે. અગાઉ નીચલી અદાલતમાં જજ બનવા માટે ૩ વર્ષની વકીલાતનો અનુભવ જરૂરી હતો. સુપ્રીમકોર્ટજો કે પોતાના ચુકાદામાં જ જરૂરીયાત હટાવી લીધી હતી.

(11:57 am IST)