Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

સત્તાની સાઠમારી

મહારાષ્ટ્રઃ ૧૩ અપક્ષો-નાના પક્ષોનાં ૧૬ ધારાસભ્યો ઉપર સૌની નજરઃ તેઓ જેની સાથે તેમની સરકાર

ભાજપનો દાવો છે કે તેને પોતાના ૧0પ ઉપરાંત ૧૪ અન્યોનું સમર્થન પ્રાપ્ત છે

મુંબઇ, તા. રપ : મહારાષ્ટ્રમાં મોટા રાજકીય પક્ષોના સત્તાના સમીકરણને પોતાની તરફેણમાં ફેરવવાની કોશિષો વચ્ચે બધાની નજર ૧૩ અપક્ષ ધારાસભ્યો અને નાના પક્ષોના ૧૬ ધારાસભ્યો પર છે. આ ધારાસભ્યો ર૮૮ સભ્યોવાળા સદનમાં બહુમતી માટે જરૂરી ૧૪પનો આંકડો મેળવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

કોંગ્રેસ અને એમસીપી સાથે ગઠબંધન બાબતે વાતચીત કરી રહેલી શિવસેનાનો દાવો છે કે પોતાના પ૬ ધારાસભ્યો ઉપરાંત તેને ૭ ધારાસભ્યોનું સમર્થન છે. ૧૦પ ધારાસભ્યો વાળી ભાજપાનો દાવો છે કે તેને ૧૪ અભ્ય ધારાસભ્યોનું સમર્થન છે પણ અજીત પવારની સાથે કેટલા ધારાસભ્યો છે તે હજુ સ્પષ્ટ નથી થયું. તેમણે શનિવારે ભાજપા સાથે હાથ મિલાવ્યા હતા અને ભાજપાના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન પદના શપથ લીધા પછી તેમણે નાયબ મુખ્ય પ્રધાન પદના શપથ લીધા હતા. અચલપૂરના ધારાસભ્ય અને પ્રહાર જનશકિત પાર્ટીના પ્રમુખ બચ્ચૂ કડૂએ થોડા દિવસ પહેલા શિવસેનાને સમર્થન આપતો પત્ર આપ્યો હતો. અને તેમણે રવિવારે જણાવ્યું  કે તેઓ અને તેમના બે ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરે સાથે છે.

ક્રાંતિકારી શેતકરી પક્ષના ધારાસભ્ય શંકરરાવ  ગાડખે શિવસેનાને સમર્થનનો પત્ર આપ્યો છે. તેમણે કેટલાક અન્ય ધારાસભ્યોને પણ શિવસેનાના તરફ કર્યા છે. જેમાં આશિષ જયસ્વાલ, નરેન્દ્ર ભોંડેકર, મનીલા ગાવત, અને ચંદ્રકાંત પાટીલ સામેલ છે. ભાજપાનું સમર્થન કરનાર ધારાસભ્યોમાં રવિરાણા, કિશોર જોરગેવાર, ગીતા જૈન, મહેશ બાલ્દી, સંજય શિંદે, રાજેન્દ્ર રાઉત, પ્રકાશ આવડે અને રાજેન્દ્ર પાટિલ સામેલ છે.

આ ઉપરાંત ભાજપાએ શ્યામસુંદર શિંદે, રત્નાકર ગુટ્ટે, રાજેશ પાટિલ, ક્ષિતિજ ઠાકુર, હિતેન્દ્ર ઠાકુર અને વિનાયક કોરેનું સમર્થન અને સમાજવાદી પાર્ટીના બે-બે ધારાસભ્યો છે અને માકપા, એમએનએસ, આરએસપી અને સ્વાભિમાની પક્ષના એક-એક ધારાસભ્ય છે.

 

(12:41 pm IST)