Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

'સામના' માં ધગધતો રીપોર્ટ

મહારાષ્ટ્રમાં ભાજપને બહુમતી મળવી એનો મતલબ છે પાડાને દૂધ માટે દોહવું છે

ચારેય તરફ લોકો ભાજપને 'થૂ થૂ' કરી રહ્યા છેઃ નૈતિકતા તેણે નેવે મૂકી

મુંબઇ તા. રપ :.. મહારાષ્ટ્રમાં સરકારની રચના પછી રાજકીય હલચાલમાં વધારો દેખાઇ રહ્યો છે, ત્યારે શિવસેનાએ પોતાના મુખ પત્ર સામનામાં ભાજપા પર નિશાન તાકયુ છે. સામનાએ ભાજપા પર સત્તા મેળવવા માટે આચાર અને નીતિને અભેરાઇએ ચડાવવાનો આક્ષેપ કર્યો છે, સામનામં એમ પણ કહેવાયું છે કે સત્તા માટે ભાજપા કોઇ પણ સ્તર સુધી જઇ શકે છે. પણ વિધાનસભામાં બહુમતી સુધી ભાજપા નહી પહોંચી શકે.

સામનાએ લખ્યું છે કે હવે ભાજપાને બહુમતી મળવી એટલે પાડાનું દૂધ દોહવા જેવું છે. અજીત પવાર સ્વરૂપે તેમણે એક પાડાને પોતાન વાડામાં લાવીને મુકી દીધો છે. અને પાડાનું દૂધ દોહવા માટે ઓપરેશન કમલ યોજના બનાવી છે. આ લોકો જ ફકત સત્તા મેળવવાનો ઉદેશ નથી એવા પ્રવચનો કરતા હતાં. હવે તમારી પાસે બહુમતી છે એ જોઇને જ રાજયપાલે શપથ દેવડાવ્યા છે એવું તમે કહો છો તો ઓપરેશન કમલ જેવી ઉઠાવગીરી શું કામ ? અમે તેમને આવી ઉઠાવગીરી અને પાડાગીરી માટે શુભેચ્છા પાઠવીએ છીએ.

સામનાનું કહેવું છે કે આજે રાજયભરમાં ભાજપા પર થૂ - થૂ થઇ રહ્યું છે. પાડાની ગંદકી ભાજપાન સ્વચ્છ અને પારદર્શક જેવા ચહેરા પર ઉઠવાથી વડાપ્રધાન મોદી પણ બેચેન થઇ ગયા હશે.

ભાજપાના હાથમાં સત્તા છે, તપાસ એજન્સીઓ છે, ભરપુર કાળુ નાણું છે અને તેના જોરે રાજકારણમાં મનગમતું કરવાનંુ કોઇ વિચારતું હોય તો તે શિવાજી અને મહારાષ્ટ્રનું અપમાન છે.

સામનામાં લખાયું છે કે સૌથી મોટા પક્ષ તરીકે તેમની પાસે તક હતી. રાજયપાલ તેમના જ પક્ષના અને તેમની નીતિઓના હોવાના કારણે કોશીયારીએ તેમને આમંત્રણ  પણ આપ્યું હતું ત્યારે તેમણે સરકાર રચવાની ના પાડી હતી. પછી શિવસેનાને બોલાવાઇ પણ સરકાર બનાવવા માટે તેને ર૪ કલાક પણ ન અપાઇ. ત્યારબાદ પડદા પાછળ નકકી કરવામાં આવ્યા મુજબ રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાયું.

સામનામાં લખવામાં આવ્યું છે કે ૮૦ વર્ષના શરદ પવારે વિધાનસભા ચૂંટણીમાં  પોતાની તાકાત દેખાડીને કોંગ્રેસ સહિત શિવસેના સાથે સરકાર રચવા માટે પગલા લીધા. આ દરમ્યાન ભાજપાએ અજીત પવાર નામનું રોડુ ફેંકયું પણ તેમણે આ રોડું પણ દુર કરી દીધુ છે. આનાથી ભાજપાનો મુખવટો ઉતરી ગયો છે. ભાજપાના ચહેરા પર એટલા મુખવટા છે કે તેનો અસલી ચહેરો સામે નથી આવતો. મહારાષ્ટ્રની જનતા આ બધા મુખવટાને ઉતારીને ફેંકી દેશે.

સામનામાં કહેવાયું છે કે રપ વર્ષની મિત્રતાને ન નિભાવનારા લોકો અજીત પવારનું પણ પતન કરી દેશે. ભાજપાની સાથે જઇને અજીત પવારે એનસીપીના ધારાસભ્યોને ફસાવ્યા છે. ભાજપાએ અજીત પવારને ફસાવ્યા અને બધાએ મળીને મહારાષ્ટ્રને ફસાવ્યું છે. આ છેતરપીંડીમાં રાજભવનનો દુરૂપયોગ કરાયો છે. જે પાપ છે. પણ પાપ પુણ્ય ને બદલે જેમના માટે સત્તા જ મહત્વની છે તેવા લોકોનો આ અંતિમ કાળ છે. થોડી રાહ જૂઓ. (પ-૯)

(11:52 am IST)