Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

કાર્વીબાદહવે અન્ય પર સિંકજો

ગ્રાહકોના રૂા ૧૦,૦૦૦ કરોડના ફંડનો દુરૂપયોગ કરનારા ૩ ડઝનથી વધુ બો્રકરો સેબીના સકંજામાં

નવી દિલ્હી તા ૨૫  : કાર્વી સ્ટોક બ્રોકીંગ પછી હવે અન્ય કેટલાક બ્રોકરો સેબીના નિશાન પર આવી ગયા છે, જે ગ્રાહકોના શેરોનો ઉપયોગ કરી રહયા છે. સુત્રોએ જણાવ્યું કે આ મુદ્દો ફકત કાર્વી સ્ટોક બ્રોકીંગ પુરતો જ સીમીત નથી. ગ્રાહકોના ૧૦૦૦૦ કરોડ રૂપિયાના ફંડનો દુરપયોગ કરવા અંગે પણ ત્રણ ડઝનથી વધારે અન્ય બ્રોકરો સેબીના નીશાન પર છે. સેબી દ્વારા નક્કી કરવામાં આવેલ અંતિમ તારીખ ૩૧ ઓગષ્ટ સુધી બ્રોકરો ગ્રાહકોના પૈસા પાછા ન આપી શકતા આ  વાત બહાર આવી છે.

બજાર સાથે સંકળાયેલા લોકોએ કહયું કે જો આ બ્રોકરો ગ્રાહકોના પૈસા પાછા નહી આપી શકે અથવા તેમને પોતાના કારોબારમાં ખોટ થઇ હશે તો આ મુદ્દો મોટી સમસ્યા બની શકે છે. સેબીએ શુક્રવારે ગ્રાહકોના સ્ટોકસનો કથિત દુરપયોગ કરવાના કારણસર કાર્વી પર પ્રતિબંધ મુકી દીધો હતો. સુત્રોએ જણાવ્યું કે સેબી હાલમાં આવા બ્રોકરોની તપાસ કરી રહયું છે. જેમણે અન્ય ગ્રાહકનું દેવુ ચુકવવા માટે ગ્રાહકના પૈસાને બેંકો પાસે ગીરવી મુકી દીધા છે. કેટલાક બ્રોકરોએ રીયલ એસ્ટેટ જેવા અન્ય ધંધામાં પૈસા ફેરવ્યા હોવાના સંદેહની પણ તપાસ કરાઇ છે.

કેટલાક કિસ્સામાં ગ્રાહકોએ પોતાના કારોબારી ખાતામાં લાંબા સમયથી કોઇ લેવડ દેવડ ન થવા છતાં સ્ટોકસ પરત નહોતા લીધા, આ એ વાતનો સંકેત છે કે તેમણે ઉંચા વ્યાજદરની આશામાં બ્રોકરોને લોન રૂપે આપ્યા હતા. સુત્રોએ કહયું કે આમ મુદ્દો સંભાળીને સુલઝાવવાની જરૂર છે, કેમ કે આમાં હંગામાથી બચનાર અને શાંત રહેનાર ગ્રાહકોની સંપતિ દાવ પર લાગેલી છે. અત્યાર સુધી બ્રોકરો દ્વારા પોતાના ગ્રાહકોના સ્ટોકસનો ઉપયોગ, બીજા ગ્રાહકના કારોબાર માટે ગીરવી રાખવા  અથવા પોતે કારોબારમાં ઉપયોગ કરવો  સામાન્ય બાબત હતી. કેટલાક બ્રોકરો ગ્રાહકોના પડી રહેલા શેરોને નાણા મેળવવા માટે નોન બેકીંગ ફાઇનાન્સ કંપનીઓ પાસે ગીરવી રાખી દેતા હતા. સેબીએ જુનમાં આવી ગતિવીધીઓ પર ચાબુક ચલાવી હતી, અને પૈસા પરત કરવા માટે બ્રોકરોને ૩૧ ઓગસ્ટ સુધીની મુદત આપી હતી.

(11:48 am IST)