Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

બ્રહ્મચર્ય માટે મજબૂર કરી દેવા એ મૌલિક અધિકારનો ભંગઃ હાઇકોર્ટ

'સેકસથી દુર રહેવું પડયું...' મળ્યું ૬૩ લાખનું વળતર

એક વ્યકિત ઉપર વિજળીનો થાંભલો પડયો અને તેને કમરથી નીચે લકવા થઇ ગયો

ચેન્નાઇ તા. રપ :.. મદ્રાસ હાઇકોર્ટે એક ઐતિહાસિક ફેંસલો સંભળાવતા કહયું છે કે, કોઇ વ્યકિતને પરાણે સેકસથી દુર રાખવો એ બંધારણની કલમ ર૧નો ભંગ છે. કોર્ટે કમરથી નીચે પેરેલાઇઝડ એક શખ્સ એન. આનંદકુમારને ૬૩ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે. ર૦૦૮ માં તેના પર વિજળીનો થાંભલો પડયો હતો જેને કારણે તેને કમરમાં ઇજા થઇ હતી અને તે કમરથી નીચે પેરેલાઇઝ થઇ ગયો હતો.

હાઇકોર્ટની સિંગલ જ્જ બેંચે પીડિતને પ લાખનું વળતર આપવા આદેશ કર્યો હતો પણ ચેન્નાઇ નગર નિગમે આની વિરૂધ્ધ મોટી બેંચ સમક્ષ અપીલ કરી હતી. કે કેસને સીવીલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે. જો કે ડીવીઝન બેંચે નિગમની અરજી ફગાવતા કહયું હતું કે નગર નિગમની લાપરવાહી માત્ર આનંદકુમારને વ્હીલચેર પર જ નથી લાવી પણ તેના લગ્નના ચાન્સ પણ સમાપ્ત કરી દીધા છે.

બેંચે કહયું છે કે આનંદને પોતાની મરજી વિરૂધ્ધ બ્રહ્મચારી રહેવું પડયું છે તે નગરનિગમની લાપરવાહીને કારણે વૈવાહિક સુખથી વંચિત રહ્યો છે. કોર્ટે તેને માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવતા પોતાના ફેંસલામાં એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો કે કઇ રીતે પરાણે સેકસથી દુર રહેવાથી તબીયત પર કેવી અસર પડે છે.

સાથો સાથ કોર્ટે પ લાખના વળતરને ૧ર ગણુ વધારી ૬૩ લાખ કરી દીધું. નગરનિગમનો તર્ક હતો કે તેણે કામનું આઉટ સોર્સિંગ કર્યુ છે અને કોઇ લાપરવાહી થઇ નથી.

(11:46 am IST)