Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

હવે ડેટા એનાલિટિક્સ પ્રોજેક્ટ માટે એજન્સી રોકવાની તૈયારી

ટેકનોલોજીને ધ્યાનમાં લઇ સેબીની નવી તૈયારી :ઇન્સાઇડર ટ્રેડિંગ અને ફ્રન્ટ રનિંગ જેવી માર્કેટ ગેરરીતિઓ પર નજર રાખવા અને અસરકારકતા વધારવાની યોજના

નવીદિલ્હી, તા. ૨૪ : ટેકનોલોજી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની માર્કેટ રેગ્યુલેટર સેબીએ તૈયારી કરી લીધી છે. જેના ભાગરુપે ડેટા એનાલિટિક્સ પ્રોજેક્ટને અમલી કરવા એજન્સીને રોકવાની તૈયારી કરી લીધી છે. સેબી દ્વારા એક એજન્સીની શોધખોળ કરવામાં આવી રહી છે જે ડેટા એનાલિટિક્સ પ્રોજેક્ટને અમલી કરશે જેના પર સેબી દ્વારા નજર પણ રાખવામાં આવશે. આના આધારે સેબી દ્વારા શેરબજારમાં તથા અન્ય ક્ષેત્રોમાં ગેરરીતિને રોકવાની યોજના ધરાવે છે. ઇન્સાઇડર ટ્રેડિંગ અને ફ્રન્ટ રનિંગ જેવી સંભવિત માર્કેટ ગેરરીતિને રોકવા અને શોધી કાઢવા માટે સેબી દ્વારા તૈયારી કરવામાં આવી છે. માર્કેટમાં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ બાદ ઉભા થઇ રહેલા પડકારોને હાથ ધરવા તથા સ્થિતિને પહોંચી વળવા સેબીના પ્રયાસો શરૂ થઇ ચુક્યા છે. આ દિશામાં આ પહેલને ગણવામાં આવે છે. નોટિસમાં રેગ્યુલેટરે ડેટા એનાલિટિક્સ પ્રોજેક્ટના અમલીકરણ માટે પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય સોલ્યુશન પ્રોવાઇડર્સ પાસેથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરરેસ્ટ (ઈઓએલ) આમંત્રિત કર્યા છે. સેબીમાં ડેટા મોડલ તૈયાર કરવામાં આવનાર છે. એનાલિટિક્સ, મોડલ ડેવલપમેન્ટમાં નવા મોડલ વિકસિત કરવાની બાબતનો સમાવેશ થાય છે. સાથે સાથે એનાલિટિક્સ પ્રોજેક્ટને અમલી કરવા માર્કેટમાં જુદી જુદી કંપનીઓ વચ્ચે લિંક સ્થાપિત કરવા, સેબી સમક્ષ દાખલ કરવામાં આવેલા દસ્તાવેજોમાંથી માહિતી એકત્રિત કરવાની બાબત સામેલ રહેલી છે. સાથે સાથે ઇન્સાઇડર ટ્રેડિંગ અને ફ્રન્ટ રનિંગ જેવી માર્કેટ ગેરરીતિને રોકવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી ચુક્યા છે.

       લાયકાતના નિયમો પણ લાગૂ કરવામાં આવ્યા છે. માર્કેટ રેગ્યુલેટરનું કહેવું છે કે, બિડિંગ કરનાર કંપનીને ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે ઓપરેશનનો અનુભવ હોવો જોઇએ. સાથે સાથે એનાલિટિકલ મોડલ ડેવલપમેન્ટના અવાજ સફળ પ્રોજેક્ટો અમલીકરણ કરવાનો અનુભવ પણ હોવો જોઇએ. ખાસ કરીને બેંકિંગ અને ફાઈનાન્સિયલ સંસ્થાઓ અથવા તો રેગ્યુલેટરી બોડી માટે પણ નિયમો રહેવા જોઇએ. અન્ય લાયકાતોમાં રસ ધરાવનાર પાર્ટી ફિટ અને પ્રોપર હોવી જોઇએ. તે અસંતોષજનક દેખાવના કારણે બ્લેકલિસ્ટેડ કંપની તરીકે હોવી જોઇએ નહીં. સાથે સાથે ધારાધારણોનો ભંગમાં સામેલ હોવી જોઇએ નહીં. ભ્રષ્ટાચાર, ઉચાપત અને અન્ય કારોબાર બિઝનેસ પ્રક્રિયાની ગેરરીતિમાં સામેલ હોવી જોઇએ નહીં. આ ઉપરાંત તેની પાસે પુરતા પ્રમાણમાં ટેકનિકલ સ્કુશળતા સાથેના લોકો હોવા જોઇએ. છેલ્લા ત્રણ વર્ષથી એનાલિટિકલ મોડલ ડેવલપમેન્ટમાં સામેલ હોવી જોઇએ. રસ ધરાવનાર બિડરોને૨૦મી ડિસેમ્બર સુધી તેમની અરજીઓ સુપરત કરવાની રહેશે.

સેબીની નવી તૈયારી....

*    માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા ડેટા એનાલિટિક્સ પ્રોજેક્ટને અમલી કરવા એજન્સીને હાયર કરવાની તૈયારી

*    ઇન્સાઇડર ટ્રેડિંગ અને ફ્રન્ટ રનિંગ જેવી માર્કેટ ગેરરીતિને રોકવા ખાસ યોજના

*    માર્કેટમાં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટના કારણે ઉભા થયેલા પડકારોને પહોંચી વળવા આયોજન

*    બિડિંગ કરનાર કંપની માટે લાયકાત માટે અનેક શરતો મુકી

*    રસ ધરાવનાર એજન્સી ફિટ અને પ્રોપર હોવી જોઇએ

*    બિન સંતોષજનક પરફોર્મન્સના કારણે બ્લેક લિસ્ટેડ કંપની હોવી જોઇએ નહીં

*    બિઝનેસ કારોબારમાં ભ્રષ્ટાચાર અથવા ઉચાપતમાં સામેલ હોવી જોઇએ નહીં

*        ટેકનિકલ કુશળતા ધરાવતા પુરતા લોકો હોવા જોઈએ

(12:00 am IST)