Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સગીર વયની બાળાને ઉપાડી જઇ નરાધમતા આચરી હત્યા કરીઃ ૧ મહિનામાં ફાંસીની સજા જાહેર

રાજસ્થાનના નાગૌર જીલ્લાના મેરટા શહેરની સ્પેશ્યલ પોર્સ્કો કોર્ટે શુક્રવાર ૮ વર્ષની સગીરાના બળાત્કાર અને હત્યાના આરોપીને ફાંસીની સજા આપી હતી. આ ચુકાદો અપરાધ આચર્યાના એક મહિનામાં આવ્યો છે. સ્પેશ્યલ કોર્ટની જજરેખા રાઠોરે જણાવ્યુ કે આ અપરાધ ઘાતકી હતો અને આરોપીની પાશવી વૃતિ દર્શાવે છે. એને જીવતો રાખવાથી તે ભવિષ્યમાં આવા વધુ અપરાધો આચરે તેવુ જોખમ રહેલુ  છે. કોર્ટે આરોપી દિનેશ પર આઇપીસી અને પોસ્કો એકટની વિવિધ કલમો હેઠળ ગુનેગાર ઠરાવીને તેને રૂ.૨ લાખનો દંડ ફટકાર્યો હતો. દિનેશને કન્યાના અપહરણ અને તેને ગેરકાયદે રીતે ગોંધી રાખવાના આરોપ હેઠળ અન્ય સજા પણ ફટકારવામાં આવી હતી. જજે પોતાના ચુકાદામાં જણાવ્યુ કે આપણા સમાજમાં બાળકો ઘરમાં તેમજ ઘરની બહાર સુરક્ષીત નથી તે ચિંતાજનક છે. બાળકોની સુરક્ષા વાલીઓ માટે પડકારજનક કાર્ય બની ગયું છે. પીડીતાને ઓળખતો આરોપી દિનેશ તેને મારકેટમાં લઇ ગયો હતો અને આ પાશવી અપરાધ આચર્યો હતો. વિશેષ જજે સતત ૧૧ દિવસ કેસની સુનાવણી કરી હતી. અને ચુકાદો આપ્યો હતો.

(2:50 pm IST)