Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કાશ્મીરમાં પહાડી વિસ્તારમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ત્રણ લોકોનાં મોત :સફરજનના પાકને વ્યાપક નુકસાન

ભૂસ્ખલનના કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે અને મુઘલ રોડ પર ટ્રાફિક અટકાવાયો :ગુલમર્ગ, સોનમર્ગ, પહલગામ, શોપિયાં અને ગુરેઝ વિસ્તારોમાં મધ્યમ સ્તરની હિમવર્ષા નોંધાઈ

કાશ્મીરમાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે સફરજનના પાકને વ્યાપક નુકસાન થયું હતું. જમ્મુમાં પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની સાથે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદથી ભૂસ્ખલનના કારણે શ્રીનગરને દેશ સાથે જોડતા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે અને મુઘલ રોડ પર ટ્રાફિક અટકાવાયો હતો. બીજીબાજુ હિમાચલ પ્રદેશ સરહદ નજીક વધુ બે સભ્યોના મૃતદેહ મળતાં ટ્રેકિંગ ટીમના પાંચ સભ્યોનાં મોત નીપજ્યાં છે, બે ટ્રેકર હજુ લાપતા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારના નૂરપોરામાં શુક્રવારે મોડી રાતથી શરૂ થયેલી હિમવર્ષા અને વરસાદના કારણે ભૂસ્ખલનથી વિચરતી જાતીઓએ બનાવેલા ટેન્ટને નુકસાન થયું હતું અને બે મહિલાઓ સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી હતી, જેમાં એકની સ્થિતિ ગંભીર છે. અધિકારીઓએ કહ્યું કે, ગુલમર્ગ, સોનમર્ગ, પહલગામ, શોપિયાં અને ગુરેઝ વિસ્તારોમાં મધ્યમ સ્તરની હિમવર્ષા નોંધાઈ હતી. લદ્દાખના દ્રાસ અને મિનામાર્ગમાં પણ શુક્રવારે મોડી રાત્રે હિમવર્ષા થઈ હતી

(9:24 am IST)