Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

આ વખતે ભારતના જવાબથી ચીન આઘાતમાં છે : મોહન ભાગવત

દશેરાના પ્રસંગે RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું : આપણે સૌ સાથે મિત્રતા ઈચ્છીએ છીએ પરંતુ આપણી સદ્ભાવનાને દુર્બળતા ન સમજવી જોઈએ : સંઘ પ્રમુખ

નાગપુર,તા.૨૫ : દશેરાના ખાસ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હેડક્વાર્ટર નાગપુરમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતએ શસ્ત્ર પૂજા કરી. પૂજા બાદ મોહન ભાગવતે સંઘના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. મોહન ભાગવતે કહ્યું કે, કોરોના મહામારીના સંદર્ભમાં ચીનની ભૂમિકા સંદિગ્ધ રહી, એવું તો કહી જ શકાય છે. પરંતુ પોતાના આર્થિક સામરિક બળના કારણે તેણે ભારતની સરહદો પર જે રીતે અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો તે સંપૂર્ણ વિશ્વની સામે સ્પષ્ટ છે. મોહન ભાગવતે કહ્યું કે, કોરોના મહામારીથી ભારતમાં નુકસાન ઓછું થયું છે. વિશ્વના અન્ય દેશોની તુલનામાં આપણું ભારત સંકટની આ પરિસ્થિતિમાં વધુ સારી રીતે ઊભું થયેલું જોવા મળી રહ્યું છે. ભારતમાં આ મહામારીની વિનાશકતાનો પ્રભાવ બાકી દેશોથી ઓછો દેખાઈ રહ્યો છે. તેના કેટલાક કારણ છે. તેઓએ કહ્યું કે, આપણા સમાજની એકરસતાનું, સહજ કરુણા તથા સંકટમાં સહયોગના સંસ્કાર, આ બધી વાતોને સોશિયલ કેપિટલ એવું અંગ્રેજીમાં કહેવાય છે, તે આપણા સાંસ્કૃતિક સંચિત તત્વના સુખદ પરિચય આ સંકટમાં આપણને સૌને મળ્યો. ચીની ઘૂસણખોરીનો ઉલ્લેખ કરતાં મોહન ભાગવતે કહ્યું કે, ભારતના શાસન, પ્રશાસન, સેના અને જનતાએ આ આક્રમણની સામે અડગ થઈને ઊભા રહીને પોતાના સ્વાભિમાન, વીરતાનો પરિચય આપ્યો છે. તેઓએ કહ્યું કે આપણે સૌ મિત્રતા ઈચ્છીએ છીએ પરંતુ અમારી સદભાવનાને દુર્બળતા ન સમજવી જોઈએ. આપણી સેનાની અતૂટ દેશભક્તિ તથા અદમ્ય વીરતા, આપણા શાસનકર્તાનું સ્વામિમાની વલણ અને આપણે સૌ ભારતના લોકોના નીતિ-ધૈર્યનો પરિચય ચીનને પહેલીવાર થયો છે. મોહન ભાગવતે કહ્યું કે, કૃષિ નીતિનું આપણે નિર્ધારણ કરીએ છીએ, તો તે નીતિથી આપણા ખેડૂત પોતાના વીજ જાતે તૈયાર કરવા માટે સ્વતંત્ર હોવા જોઈએ. આપણા ખેડૂત પોતાને આવશ્યક ખાતર, રોગપ્રતિકારક દવાઓ તથા કીટનાશક જાતે બનાવી શકે કે પોતના ગામની આસપાસ મેળવી શકે એવું હોવું જોઈએ. મોહન ભાગવતે કહ્યું કે, ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ને ખતમ કરી દેવામાં આવ્યો. પછી સુપ્રીમ કોર્ટે ૯ નવેમબરે અયોધ્યાનો ચુકાદો આપ્યો. સમગ્ર દેશે આ ચુકાદાને સ્વીકારી લીધો. ૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ રામ મંદિરની આધારશીલ રાખવામાં આવી. અમે આ ઘટનાઓ દરમિયાન ભારતીયોના ધૈર્ય અને સંવેદનશીલતાને જોયા.

(7:27 pm IST)
  • જાન્યુઆરીમાં ગુજરાતને કોરોના વેકસીન મળી જશે: વિજયભાઈ : ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાત મે કોરોના વ્યક્તિ મળી જાય તેવી પૂરી સંભાવના છે access_time 2:20 pm IST

  • કોરોના સામે ભારત વહેલું જાગી ગયું હતું: વર્લ્ડ ઈકોનોમીક ફોરમ : વર્લ્ડ ઈકોનોમીક ફોરમના વડા ક્લોઝ સ્કવાબે કહ્યું છે કે કોરોના મહામારીમાં ભારતે સારી રીતે અને વહેલા પગલાઓ લીધા હતા. access_time 2:20 pm IST

  • સરહદ પર તૈનાત સૈનિકોના નામે દીવો પ્રગટાવજો..નરેન્દ્રભાઈ : "મન કી બાત" કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે નવા કૃષિ કાયદાથી ખેડૂતોને ફાયદો થશે.. : તેમણે મનની વાત કરતા કહ્યું હતું કે સરહદ પર તૈનાત સૈનિકોના નામે દીવો પ્રગટાવજો.. : વડાપ્રધાને દેશવાસીઓને કહ્યું કે ખરીદી કરતી વખતે "વોકલ ફોર લોકલ"નો સંદેશ યાદ રાખો.. : નરેન્દ્રભાઈએ કહ્યું કે દશેરા એ સંકટ ઉપર વિજયની ઉજવણીનો ઉત્સવ છે.. access_time 2:21 pm IST