Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

રાજકોટમાં કોરોનાના કેસનો ગ્રાફ ઘટયો: બપોર સુધીમાં માત્ર 15 રિપોર્ટ પોઝિટિવ : કુલ આંક 8211એ પહોંચ્યો

ગઈકાલે 82 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ 7421 ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ 90.54 ટકા થયો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 26 કેસ નોંધાતા કુલ આંક 8211 એ પહોંચ્યો છે. 

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 15 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 8211 થયા છે.ગઈકાલે 82 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  7421 થતા રિકવરી રેટ  90.54 ટકા થયો છે.

છે. આજ દિન સુધીમાં કુલ 3,23,598 સેમ્પલ લેવામાં આવ્યા છે.

(12:50 pm IST)
  • આર્મેનીયા-અઝરબૈજાન જંગમાં ૫ હજાર મોતઃ વિશ્વ ઉપર યુદ્ઘનું મોટું જોખમઃ અમેરિકા યુદ્ઘ સમાપ્તિ માટે કાર્યરત : આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ચાલી રહેલા યુદ્ઘને સમાપ્ત કરવા માટે અમેરિકા આગળ આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ બંને દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી, જેથી સમાધાનને શકય બનાવી શકાય. જો કે, તેઓ સફળ થાય તેવી આશા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. access_time 3:04 pm IST

  • નેસ્લે કંપની ભારતમાં જંગી રોકાણ કરશે : નેસ્લે ઈન્ડિયા કંપની આવતા ચાર વર્ષમાં તેના ઉત્પાદનને વેગ આપવા માટે ભારતમાં ૨૬૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. access_time 2:19 pm IST

  • થરાદ પંથકમાં જુથ અથડામણ: એકનું મોત: આગ ચાંપી : બનાસકાંઠા મોડી રાત્રે થરાદના ટરૂવા ગામે જૂથ અથડામણમાં એકનું મોત નીપજ્યું છે અને આગચંપીને કારણે ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ છે. થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 5:58 pm IST