Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

ચીનના એન્જિનિયરોએ 7,600 ટનની બિલ્ડિંગને મૂળ સ્થાનેથી ઉઠાવી લગભગ 62 મીટર ખસેડી

રોબોટિક પગ દ્વારા એન્જિનિયરોની ટીમે બિલ્ડિંગને ઉઠાવ્યું ; સ્થાનિક વહીવટીતંત્રએ ઐતિહાસિક ઇમારતને સંરક્ષિત રાખવાનો લીધો હતો નિર્ણય

 

ચીનના શાંઘાઈ શહેરમાં એન્જિનિયરોએ 7,600 ટનની એક (7600-tone-building shift in china) મહાકાય ઇમારતને તેની જગ્યાએથી ખસેડી બીજા સ્થળે લઈ જવાની સિદ્ધિ દેખાડી છે.

તેમણે 1935માં બનાવવામાં આવેલી શાંઘાઈના લાગેના પ્રાથમિક વિદ્યાલયની પાંચ માળનું બિલ્ડિંગ તેની જગ્યાએથી ઉઠાવ્યુ અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ત્યાંથી થોડે દૂર બીજા સ્થળે લઈ ગયા.

સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા મુજબ જૂની ઇમારની જોડે એક નવા પ્રોજેક્ટ પર કામ શરૂ થવાનું છે. તેના માટે જગ્યા ઘટતા બિલ્ડિંગને તેની જગ્યાએથી ખસેડવાનો નિર્ણય લેવાયો હતો

ચીનના એન્જિનિયરોને બિલ્ડિંગને પાડી નાખવાનો વિકલ્પ હતો, પરંતુ તેમણે ઐતિહાસિક ઇમારતને તેની જગ્યાએથી ઉઠાવીને બીજી જગ્યાએ શિફટ કરવાનો નિર્ણય લીધો.

રોબોટિક પગ દ્વારા એન્જિનિયરોની ટીમે બિલ્ડિંગને ઉઠાવ્યું

ચીનના સરકારી મીડિયાના જણાવ્યા મુજબ એન્જિનિયરોની એક ટીમે ટેકનોલોજીની મદદથી બિલ્ડિંગને ઉઠાવી અને 198 રોબોટિક પગની મદદથી તેને થોડે દૂર લઈ ગયા.

સ્થાનિક મીડિયા મુજબ કોંક્રિટની બનેલી બિલ્ડિંગને તેના મૂળ સ્થાનેથી લગભગ 62 મીટર ખસેડવામાં આવી.

ચીનના સરકાર નિયંત્રિત સીસીટીવી ન્યૂઝ નેટવર્ક મુજબ બિલ્ડિંગને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું કામ 18 દિવસમાં પૂરુ કરવામાં આવ્યું. 15મી ઓક્ટોબરે બિલ્ડિંગ શિફ્ટ કરવાનું કામ પૂરું કરવામાં આવ્યુ હતુ.

ન્યૂઝ એજન્સી મુજબ સ્થાનિક વહીવટીતંત્રએ ઐતિહાસિક ઇમારતને સંરક્ષિત રાખવાનો નિર્ણય લીધો છે. તેથી તેને ધ્યાનમાં રાખીને ઇમારતનું સમારકામ કરવામાં આવી રહ્યુ છે. પુરાતત્વીય ઇમારતોની અવગણના કરતા ભારતે આમાથી કંઇક શીખવા જેવું નથી લાગતું.

ઇમારતોને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવા માટે ઘણી પદ્ધતિઓ છે, પરંતુ સામાન્ય રીતે એન્જિનિયરો ઇમોરતોને મોટા પ્લેટફોર્મ દ્વારા શિફ્ટ કરે છે, જેને સારી ક્ષમતાવાળી રેલ કે ક્રેન વડે ખેંચવામાં આવે છે.

પણ વખતે ચીની એન્જિનીયરોએ રોબોટિક લેગ્સ (રોબોટ દ્વારા નિયંત્રિત મજબૂત પગ)નો ઉપયોગ કર્યો, જેના નીચે પૈડા લાગેલા હતા. ચીની એન્જીનીયરોએ પહેલી વખત ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.

શાંઘાઈના એન્જિનીયરોને બિલ્ડિંગોનો રીતે શિફ્ટ કરવાનો જૂનો અનુભવ છે. 2017માં તેમણે 135 વર્ષ જૂના બે હજાર ટનના ઐતિહાસિક બૌદ્ધ મંદિરને તેના મૂળ સ્થાનેથી 30 મીટર ખસેડ્યુહતુ. મંદિરને 30 મીટર ખસેડવામાં 15 દિવસ લાગ્યા હતા.

(1:26 am IST)
  • નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા મંગળવારે તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. access_time 10:08 pm IST

  • ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાએ તેની પ્રાયોગિક કોરોના વેકસીનના પરીક્ષણો પૂર્ણ કરેલ છે અને BMC ટૂંક સમયમાં તેની ક્લિનિકલ ટ્રાયલ્સનો ત્રીજો તબક્કો મુંબઈમાં શરૂ કરશે. access_time 10:02 pm IST

  • આફ્રિકાના કેમરૂનમાં આવેલી સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ : 9 થી 12 વર્ષની ઉંમરના 8 બાળકોના મોત : 12 બાળકો ઘાયલ તથા હોસ્પિટલમાં દાખલ : ક્લાસમાં બેસી અભ્યાસ કરતા નિર્દોષ ભુલકાંઓના હત્યારાઓ વિરુદ્ધ સમગ્ર દેશમાં પ્રકોપ : રાષ્ટ્રપતિ મૌસા ફકીરે દુઃખ વ્યક્ત કર્યું access_time 12:19 pm IST