Gujarati News

Gujarati News

News of Friday, 25th October 2019

સંવત ૨૦૭૫માં સેંસેક્સમાં ૧૧ ટકાનો નોંધપાત્ર સુધારો

સેંસેક્સે સંવતમાં ૪૦ હજારની સપાટી કુદાવી : ધનતેરસના દિવસે જ્વેલર્સ દ્વારા શ્રેણીબદ્ધ રાહતો અપાઈ

મુંબઈ, તા. ૨૫ : સંવત ૨૦૭૫ના અંતે બીએસઈ સેંસેક્સમાં ૩૮ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે જેથી સંવત ૨૦૭૫ના અંતે સેંસેક્સની સપાટી ૩૯૦૫૮ રહી છે. બેંચમાર્ક સેંસેક્સમાં સંવત ૨૦૭૫માં ૧૧ ટકાનો ઉછાળો રહ્યો છે જ્યારે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં સંવત ૨૦૭૫માં ક્રમશઃ ૭ ટકા અને ૧૦ ટકા વચ્ચેનો ઘટાડો થયો છે. આ વર્ષે ઉલ્લેખનીય ઉથલપાથલ જોવા મળી છે. આના માટે વિવિધ પરિબળો જવાબદાર રહ્યા છે. મોદી સરકારની ફેર ચૂંટણી બાદ ઇન્ડેક્સમાં નવી ઐતિહાસિક ઉંચી સપાટી જોવા મળી હતી. સંવત ૨૦૭૫ દરમિયાન બીએસઈ સેંસેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સે ક્રમશઃ ૪૦૦૦૦ અને ૧૨૦૦૦ની સપાટી કુદાવી હતી. જો કે, આર્થિક મંદીના લીધે ફાઈનાન્સિયલ સેેક્ટરમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કોર્પોરેટ ડિફોલ્ટ અને ફાઈનાન્સિયલ સેક્ટરમાં ખરાબ હાલતના લીધે ઇન્ડેક્સમાં તીવ્ર ઘટાડો નોંધાઈ ગયો છે. બીજી બાજુ આજે ધનતેરસના દિવસે શુભ શોપિંગ માટે જ્વેલર્સ દ્વારા શોપિંગ માટે ઘણી બધી રાહતો આપી હતી. સોનાના રેટ અને વેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. કિંમતોમાં હાલમાં નરમી છતાં છેલ્લી ધનતેરસની સરખામણીમાં આ ધનતેરસમાં સોનાની કિંમતમાં ૨૦ ટકા વધારો થઇ ચુક્યો છે. આને પહોંચી વળવા માટે તમામ જ્વેલર્સે ઓછા બજેટમાં જ લાઇટવેઇટ જ્વેલરી અને નાના સિક્કા બજારમાં ઉતારી દીધા છે. આજે ધનતેરસના દિવસે દિલ્હીમાં સોનાની કિંમતમાં ૭૫ રૂપિયાની તેજી પ્રતિ ૧૦ ગ્રામ જોવા મળી હતી.

મોટા બ્રાન્ડેડ ગિફ્ટ, ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફરની સાથે મેકિંગ ચાર્જ ઉપર ભારે છુટછાટ આપવામાં આવી છે. ડિજિટલ પેમેન્ટ અને રેગ્યુલર શોપિંગ પર હાંસલ ગોલ્ડપોઇન્ટ મેળવવા માટે આકર્ષક ઓફર પણ અપાઈ હતી. દરેક સોનાની વસ્તુનું વચન ૨૦થી ૨૫ ટકા ઘટાડ્યું છે. સોનાના ૫૦ ગ્રામ સિક્કાને ૩૦ ગ્રામ અને ૨૦ની જગ્યાએ ૧૫ ગ્રામ અને ૧૦ ગ્રામની જગ્યાએ આઠ ગ્રામના સિક્કા પણ ઉતારવામાં આવ્યા છે. હજુ સુધી આની માંગ ઓછી છે પરંતુ હવે આમા તેજી જામી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આજથી તેજી રહ્યા બાદ હવે બે ત્રણ દિવસ સુધી જોરદાર તેજી રહેશે.

(7:34 pm IST)