Gujarati News

Gujarati News

News of Friday, 25th October 2019

હરિયાણા : ચૂંટણી જીતનાર ૭માંથી પ અપક્ષ ભાજપના બાગી : આપશે ટેકો

અપક્ષોને કારણે બચી જશે ભાજપાની સરકાર

નવી દિલ્હી તા ૨૫  : કોંગ્રેસના સુૅદર દેખાવ છતાં હરિયાણામાં અપક્ષ ધારાસભ્યોના કારણે ભાજપા ફરીથી સતા પર આવતી દેખાઇ રહી છે. ચુંટણી જીતનારા સાતમાંથી પાચં અપક્ષો ભાજપાના બળવાખોર છે. પક્ષને હરિયાણા લોકહિત પાર્ટીના ગોપાલ કાડા અને ઇનેલોના અભય ચોૈટાલાના ટેકાની આશા છે. કેન્દ્રીય નેતૃત્વે ચુંટણી પરિણામો અંગે ત્રણ કલાકની મીટીંગ પછી ખટ્ટરને દાવો રજુ કરવાનો આદેશ આપ્યો.

મતગણતરી દરમ્યાન કોંગ્રેસ અને જે.જે.પી. ના દેખાવથી ઘણીવાર ભાજપાના ધબકારા વધી ગયા હતા. પક્ષના રણનીતીકારોનું કહેવું છે કે, જે.જે.પી.ના હાથમાં સત્તાની ચાવી હોત તો ભાજપા બીજી વખત સરકાર ન બનાવી શકત. જે.જે.પી. એ આડકતરી રીતે કોંગ્રેસ સાથ હાથ મેળવવાના અને ભાજપાથી અંતર રાખવાનો સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો, પણ કોંગ્રેસ-જેજેપીનો આંકડો ૪૧ પર અટકી ગયા પછી ભાજપા નેતાઓને શાંતિ થઇ હતી.

આ ચુંટણીમાં સાત અપક્ષો, ઇનેલો અને હલોયાના એક એક ઉમેદવારને જીત મળી છે. ચુંટણીમાં કોંગ્રેસની મજબુત સ્થિતીના સંકેત મળતાંજ ભાજપાએ પોતાના બળવાખોર ઉમેદવારોનો સંપર્ક સાધવાનું શરૂ કરી દીધુ હતું, તે દરમ્યાન બીજા અપક્ષ ધારાસભ્યો સાથે પણ વાતચીત શરૂ કરવામાં આવી હતી.

ચુંટણીના પરિણામોથી વડા પ્રધાન મોદી અને પ્રમુખ અમિત શાહ બહુ નારાજ થયા હોવાનું કહેવાઇ રહયું છે. સુત્રોનું કહેવું છે કે, સરકારની રચનાની પ્રક્રિયા પુરી થયા પછી રાજકીય વાતાવરણ શાંત થાય એટલેકેન્દ્રીય નેતૃત્વ રાજય એકમ અને સરકારમાં મોટી સર્જરી કરશે.

(3:20 pm IST)