Gujarati News

Gujarati News

News of Friday, 25th October 2019

મોદી સરકારને આર્થિક મોરચે મોટો ફટકો

ફિચે જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડી ૫.૫ ટકા કર્યો

નવી દિલ્હી, તા.૨૫: ભાજપને ગુરૂવારે વિધાનસભા ચૂંટણીઓમાં રાજકીય મોરચે પછડાટ મળી છે ત્યારે આર્થિક મોરચે પણ સરકાર માટે વધુ એક ફટકા સમાન સમાચાર આવ્યા. રેટિંગ એજન્સી ફિચે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે જીડીપીમાં વૃદ્ઘિનો અંદાજ ૬.૬ ટકાથી ઘટાડીને માત્ર ૫.૫ ટકા કરી દીધો છે, જે છેલ્લા છ વર્ષનું સૌથી નીચું સ્તર છે. ફિચે કહ્યું કે બેન્કોના ઋણ વિતરણમાં ભારે દ્યટાડો આવવાના કારણે ગ્રોથ રેટ છ વર્ષના નીચા સ્તરે પહોંચી શકે છે.

ફિચે અગાઉ જૂનમાં ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીમાં ૬.૬ ટકાની વૃદ્ઘિ જોવા મળશે તેવો અંદાજ વ્યકત કર્યો હતો. આથી ગુરૂવારે તેણે જાહેર કરેલા આંકડા આર્થિક વૃદ્ઘિમાં નોંધપાત્ર દ્યટાડાના સંકેત આપે છે.ફિચે કહ્યું કે તાજેતરમાં સરકાર દ્વારા કોર્પોરેટ ટેકસમાં કાપ જેવા પગલાં ઉઠાવાઈ રહ્યા છે, તેની અસર અર્થતંત્રમાં ધીમે ધીમે આગળ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ફિચનો અંદાજ રિઝર્વ બેન્કના અંદાજ કરતાં પણ ઓછો છે.

આરબીઆઈએ ઓકટોબરમાં કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીમાં ૬.૧ ટકાની વૃદ્ઘિ જોવા મળી શકે છે. ફિચે કહ્યું કે સરકારના આર્થિક સુધારાના પગલાંના લાભ આગામી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં જોવા મળી શકે છે. તે સમયે જીડીપી વૃદ્ઘિદર ૫.૫ ટકાથી વધીને ૬.૨ ટકા થઈ શકે છે. તેના આગામી વર્ષે એટલે કે ૨૦૨૧-૨૨માં જીડીપી ગ્રોથ ૬.૭ ટકા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય અર્થતંત્ર એપ્રિલ-જૂનમાં સતત પાંચમા ત્રિમાસિક સમયમાં સુસ્ત રહ્યું છે જયારે જીડીપીમાં વૃદ્ઘિ માત્ર ૫ ટકા રહી છે. આ વર્ષે ૨૦૧૩ પછી સૌથી ઓછી વૃદ્ઘિ જોવા મળી છે. એક વર્ષ પહેલાના સમાન સમયમાં જીડીપી ગ્રોથ ૮ ટકા થયો હતો. ફિચે તેના અહેવાલમાં કહ્યું, 'અર્થતંત્રમાં નરમાઈ વ્યાપક સ્તર પર જોવા મળી રહી છે.

સ્થાનિક ખર્ચ અને નિકાસ માગ બંનેની ગતિ નબળી પડી રહી છે. નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓના સંકટના કારણે ભારતીય અર્થતંત્રમાં ઋણ વિતરણ વ્યવસ્થા ઘણી સંકોચાઈ ગઈ છે.લૃ અગાઉ ઓકટોબરમાં જ મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે પણ ૨૦૧૯-૨૦માં જીડીપી ગ્રોથનો અંદાજ દ્યટાડીને ૫.૮ ટકા કર્યો હતો. પહેલા મુડીઝે જીડીપીમાં ૬.૨ ટકા વૃદ્ઘિનો અંદાજ વ્યકત કર્યો હતો.

સપ્ટેમ્બર મહિનામાં રેટિંગ એજન્સી ક્રિસિલે દાવો કર્યો હતો કે ભારતમાં આર્થિક મંદી આશંકા કરતાં વધુ વ્યાપક અને દ્યેરી છે. ત્યારે ક્રિસિલે પણ જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડયો હતો. ક્રિસિલ મુજબ ૨૦૧૯-૨૦માં ભારતનો જીડીપી ગ્રોથ ૬.૩ ટકા રહેવાનો અંદાજ છે.આ અગાઉ ક્રિસિલે જીડીપી ગ્રોથનો અંદાજ ૬.૯ ટકા હોવાનું જણાવ્યું હતું. ક્રિસિલ મુજબ ઉત્પાદન પ્રવૃત્ત્િ।ઓમાં સ્થિરતા અને વ્યકિતગત વપરાશમાં મોટો ઘટાડો આવ્યો છે. આથી જીડીપી ગ્રોથનો અંદાજ દ્યટયો હોવાનું ફિચે જણાવ્યું હતું.

(10:18 am IST)