Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

PM નરેન્દ્ર મોદી નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ, બીજેપી નેતાએ કરી પહેલ

નોમિનેશન તમિલનાડુમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ડો.તમિલીસાઇ સુંદરરાજને કર્યું છે

બેંગલુરૂ, તા.૨૫:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આ નોમિનેશન તમિલનાડુમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ડો. તમિલીસાઇ સુંદરરાજને કર્યું છે. નોમિનેશનમાં કહ્યું હતું કે પીએમ મોદીએ આયુષ્માન ભારત યોજનાના રૂપમાં દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજનાની શરૂઆત કરી છે. આ માટે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઇએ. આ નોમિનેશન સુંદરરાજનના પતિએ કર્યું છે. તેઓ એક ખાનગી વિશ્વવિદ્યાલયમાં નેફ્રોલોજી વિભાગના પ્રમુખ છે.

PM મોદીના જન્મદિવસ પર સુંદરરાજને વહેંચી હતી વીંટી

હાલમાં જ પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીના જન્મદિવસ પર પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં જન્મેલા બાળકોનો બીજેપીના તમિલનાડુ એકમના સોનાની વીંટી ભેટમાં આપી હતી. પાર્ટીના પ્રદેશ એકમના અધ્યક્ષ ટી સુંદરરાજને મધ્ય ચેન્નાઇના પુરાસેવક્કમમાં સ્થિત સરકારી પીએચસીમાં નવજાત બાળકોને સોનાની વીંટી આપી હતી. તેમણે કેન્દ્રમાં પાછલા કેટલાક દિવસોમાં જન્મ્યા અન્ય નવજાત બાળકોને પણ અન્ય ભેટ આપી છે.સુંદરરાજને કહ્યું કે પાર્ટીએ ઘોષણા કરી હતી કે પીએચસીમાં જન્મ લેતા બધા જ શિશુઓને સોનાની વીંટી ભેટમાં આપવામાં આવશે. જોકે કેન્દ્રમાં માત્ર એક હી બાળકનો જન્મ થયો હતો. તેમણે કહ્યું મેં (સોમવારે જન્મેલા) એક બાળકને એક સોનાની વીંટી આપી હતી. અમે સ્વાસ્થ્ય કેન્દ્રના અન્ય ૧૭-૧૮ નવજાત બાળકોને ભેટ પણ આપી છે.

 નોબેઇ પુરસ્કારનો ઇતિહાસ ધનિક સ્વીડિશ એન્ટ્રપ્રિન્યરશિપ અને ડાયનામાઇટના આવિષ્કાર અલ્ફ્રેડ નોબલે આ પુરસ્કારોની સ્થાપના કરી હતી. આ પુરસ્કાર ચિકિત્સા, ભૌતિક, રસાયણ વિજ્ઞાન, સાહિત્ય તથા શાંતિ માટે આપવામાં આવે છે. સૌથી પહેલા નોબલ ૧૯૦૧માં નોબલની મોતના પાંચ વર્ષ બાદ આપવામાં આવ્યો હતો. અલ્ફ્રેડ નોબલની સ્મૃતિમાં ઇકોનોમિક એવોર્ડ બેન્ક ઓફ સ્વીડનની તરફથી આપવામાં આવ્યો છે. તેની શરૂઆત ૧૯૬૮માં થઇ હતી.(૨૨.૧૨)

 

(3:53 pm IST)