Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

એશિયા કપ સુધી પહોંચ્યું 'મેચ ફિકસીંગ'નું ભુત

અફઘાનીસ્તાનના મોહમ્મદ શહજાદનો સંપર્ક સાધ્યો બુકીએઃ ખરાબ રમવા કહ્યું

દૂબઇ તા. રપ :.. યુએઇમાં રમાઇ રહેલા એશિયા કપમાં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી ગઇ છે તો હવે તેમાં બુકીએ પણ સામેલ થયા હોવાનું જાણવા મળે છે.

 

ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જે શંકા હતી તે હવે પ્રબળ બની છે. બુકીએ અફઘાનીસ્તાનની ટીમના વિકેટ કીપર મોહમ્મદ શહજાદનો સ્પોટ ફીકસીંગ માટે સંપર્ક કર્યો.

જેની ફરીયાદ આ ખેલાડીએ ટીમના મેનેજમેન્ટને કરી હતી. બુકીએ તેનો સંપર્ક કર્યો અને તેને પ ઓકટોબરથી શરૂ થતાં અફઘાન પ્રીમીયર લીગમાં ખરાબ રમવા કહયું એટલું જ નહિં ર૦ મીએ અફઘાન-પાકિસ્તાન મેચ પૂર્વે બુકીએ તેનો સંપર્ક કર્યો હતો.

આ બુકી ભારતીય હોવાનું કહેવાય છે તે પછી એ ટીમના મેનેજરે ભારતીય સ્ટાફની મદદથી એન્ટી કરપ્શન યુનિટને માહિતી આપી હતી.

આ યુનિટ શ્રીલંકા જલ્દીથી બહાર ફેંકાઇ ગઇ તેની પણ તપાસ કરે છે બધાને ખબર છે કે શ્રીલંકાની ટીમ અફઘાન અને બાંગ્લાદેશ સામે હારીને બહાર નીકળી ગઇ હતી.

જે મેચની વાત છે તેમાં પાક. ટીમે અફઘાનને ૩ વિકેટે હરાવ્યુ હતું એ મેચમાં અફઘાન ટીમે બેટીંગ-બોલીંગ સુંદર કર્યા હતાં. પણ તે હારી ગયું તે પછી સુપર ૪ નો બીજો મેચ હારી અફઘાન ટીમ પણ એશિયા કપમાંથી બહાર આવી ગઇ છે. બાંગ્લાદેશ સામેના મેચમાં પણ અફઘાનનો નાટયાત્મક પરાજય થયો. ૧૦ બોલમાં ૧ર રન કરવાના હતાં છતાં ન થયા અને તે ૩ રનથી હારી ગઇ હતી. (પ-૧પ)

(12:13 pm IST)