Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ:ઉચ્ચ શિક્ષણ વગરનો વ્યક્તિ સંભાળશે સેન્ટ્રલ બેન્કનું સુકાન

અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કના કાર્યકારી ગર્વનર તરીકે હાજી મહોમ્મદ ઈદ્રીસની નિયુક્તિ

કાબુલ :  અફઘાનિસ્તાનમાં નવી સરકાર બનાવવાની કવાયતના ભાગરૂપે તાલિબાને અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કના કાર્યકારી ગર્વનર તરીકે હાજી મહોમ્મદ ઈદ્રીસની નિયુક્તિ કરી છે.

દુનિયાના મોટાભાગના દેશોએ અફઘાનિસ્તાન સાથે હાલમાં વેપાર બંધ કરી દીધો છે અને અમેરિકાએ સેન્ટ્રલ બેન્કની અબજો ડોલરની સંપત્તિઓ પણ જપ્ત કરી લીધી છે ત્યારે અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કના ગર્વનર તરીકે મુકાયેલા હાજી મોહમ્મદ ઈદ્રીસ પાસે કોઈ જાતનુ હાયર એજ્યુકેશન નથી.

તે નાણાકીય મામલાના જાણકાર પણ નથી. તેમની નિમણૂંક એટલા માટે કરવામાં આવી છે કે, તે લાંબા સમય સુધી અફઘાનિસ્તાનની નાણાકીય બાબતોની સંભાળ રાખી ચુકયો છે.

આ પહેલા અમેરિકાની એરસ્ટ્રાઈકમાં 2016માં માર્યા ગયેલા તાલિબાની નેતા મુલ્લા અખ્તર મન્સૂરની આર્થિક બાબતોનુ સંચાલન હાજી ઈદ્રીસ કરતો હતો. તાલિબાનનુ કહેવુ છે કે, ભલે હાજી ઈદરીસે પુસ્તકોનો અભ્યાસ ના કર્યો હોય પણ તે પોતાની કામગીરી બહુ સારી રીતે કરી શકે છે.

તાલિબાન માટે હવે દેશની આર્થિક સ્થિતિ સુધારવી પ્રાથમિકતા રહેશે. કારણકે અફઘાનિસ્તાનને મળતી તમામ આર્થિક મદદ હાલમાં રોકાઈ ગઈ છે. બીજી તરફ લોકોને કામ પર પાછા લાવવા માટે તેમને સમયસર પગાર આપવો પણ જરૂરી છે.

(10:01 pm IST)