Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ત્રાહિત પાર્ટી દ્વારા ફોન ટેપિંગ કરાવવાનું કૃત્ય બંધારણની કલમ 21 નું સ્પષ્ટ ઉલ્લંઘન છે : રાજ્યસભાના સાંસદ જ્હોન બ્રિટસે પેગાસસ સ્નૂપિંગ મામલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા : સ્પેશિઅલ ઇન્વેસ્ટિગેશન ટિમ ( SIT ) દ્વારા તપાસની માંગણી કરી : ચૂંટણી કમિશનરો, ન્યાયાધીશો, સીબીઆઈ અધિકારીઓ સહિતનાઓના ફોન ટેપીંગ કરવા બદલ સરકારની સ્પષ્ટતા માંગી

ન્યુદિલ્હી : ત્રાહિત પાર્ટી દ્વારા ફોન ટેપ કરાવવા ,વાયર ટેપિંગ કરાવવું જેવી બાબત ભારતના બંધારણની કલમ 21 નું સ્પષ્ટ ઉલ્લંઘન છે . સરકારે પોતાના પ્રધાનો, બંધારણીય અધિકારીઓ, ચૂંટણી કમિશનરો, ન્યાયાધીશો, સીબીઆઈ અધિકારીઓ સહિતનાઓના ફોન ટેપીંગની પ્રજા સમક્ષ સ્પષ્ટતા કરવી જોઈએ . જે માટે સ્પેશિઅલ ઇન્વેસ્ટિગેશન ટિમ ( SIT )  દ્વારા તપાસ કરાવી પ્રજા સમક્ષ સત્ય જાહેર કરવું જોઈએ તેવી પિટિશન સુપ્રીમ કોર્ટમાં રાજ્યસભાના કેરાલાના સાંસદ જ્હોન બ્રિટસે કરી છે.

પિટિશનમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા પેગાસસ સ્નૂપિંગ દ્વારા ફોન ટેપિંગ કરાવવાનું કૃત્ય ભારતના બંધારણની કલમ 21 મુજબ નાગરિકને મળતી ગોપનીયતાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે . અધિકૃત સ્નૂપિંગ માટે કાનૂનનું પાલન કરવું જોઈએ.

આથી સરકારે ચૂંટણી કમિશનરો, ન્યાયાધીશો, સીબીઆઈ અધિકારીઓ , પત્રકારો ,ન્યાયધીશો ,વૈજ્ઞાનિકો ,સુપ્રીમ કોર્ટ સ્ટાફ સહિતના લોકોના ફોન ટેપિંગ કરાવવા મામલે પ્રજા સમક્ષ સ્પષ્ટતા કરવી જોઈએ તેવી માંગણી કરી હોવાનું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:36 pm IST)