Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

કુલ કેસ ૧૩ લાખથી વધુ : મૃત્યુઆંક ૩૧૩પ૮

ભારતમાં કાળમુખા કોરોનાનું રૌદ્ર સ્વરૂપ : છેલ્લા ર૪ કલાકમાં ૪૮૯૧૬ કેસ : ૭પ૭ના મોત : ૧ દિ'માં અમેરિકામાં ૧૧૪૧-બ્રાઝીલમાં ૧૧૭૮ના મોત : વિશ્વમાં કુલ સંક્રમિત ૧.પ૯ કરોડ : ૬,૪ર,૦૦૦થી વધુ મોત

નવી દિલ્હી, તા. રપ : કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર છેલ્લા ર૪ કલાકમાં ૪૮૯૧૬ નવા કસ આવ્યા છે અને ૭પ૦ લોકોના મોત થયા છે.

આ સાથે દેશમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધીને ૧૩,૩૬,૮૬૧ની થઇ છે. જેમાંથી ૪,પ૬,૦૭૧ સક્રિય કેસ છે.  અને ૮,૪૯,૪૩ર લોકો સાજા થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં ૩૧૩પ૮ લોકોને કોરોનાનો રાક્ષસ ભરખી ગયો છે.

ભારતમાં કુલ ૧પ૮૪૯૦૬૮ ટેસ્ટીંગ કરાયા છે અને ગઇકાલે ૪,ર૦,૮૯૮ ટેસ્ટીંગ થયા હતાં.

મહારાષ્ટ્રમાં ૧૩,૧૩ર, ગુજરાત રર૭૮, દિલ્હી ૩૭૭૭, તામિલનાડુ ૩૩ર૦, કર્ણાટક ૧૭ર૪, આંધ્ર ૯૩૩, યુપી ૧૩૪૮, પ.બંગાળ ૧ર૯૦ લોકોના મોત થયા છે.

છેલ્લા ર૪ કલાકમાં અમેરિકામાં ૧૧૪૧ અને બ્રાઝીલ ૧૧૭૮ લોકોના મોત થયા છે. અમેરિકામાં મૃતકોની સંખ્યા ૧,૪૮,૦૦૦થી વધુ થઇ છે. ૪ર લાખ ૪૮ હજાર સંક્રમિત છે.

વિશ્વમાં કુલ સંક્રમિતોનો આંકડો ૧.પ૯ કરોડ થયો છે. વલ્ડોમીટરના કહેવા મુજબ મૃતકોની સંખ્યા ૬ લાખ ૪ર હજારથી વધુ થઇ છે. સંક્રમિતોનો આંકડો ૧,પ૯,૪૧,૦૦૦ થી વધી ગયો છે.

(10:42 am IST)