Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

ભાડુ વસૂલવા પિતા - પુત્રે અપનાવ્યો વિચિત્ર રસ્તો !

હૈદ્રાબાદ તા. ૨૫ : હૈદરાબાદમાં એક વ્યકિત ભાડુઆત પાસેથી પૈસા વસૂલવા માટે એક અત્યંત વિચિત્ર રસ્તો અપનાવ્યો. આશરે એક વર્ષથી બાકી ભાડું વસૂલવા માટે ૭૩ વર્ષીય વ્યકિત પોતાના પુત્ર સાથે મળીને કથિતપણે એક ગોડાઉનમાંથી ત્રણ કરોડ ૨૪ લાખ રૂપિયાના પુસ્તકો ચોરી લીધા.

પોલીસ મંગળવારે જણાવ્યું કે, 'પી નરસિંહા રેડ્ડી અને તેના પુત્ર પી શ્રી નિવાસ રેડ્ડી અને પુસ્તક ખરીદનારા દુકાનના માલિકને અરેસ્ટ કર્યા છે અને વેચેલા પુસ્તકોને જપ્ત કરી લીધા છે. આ પુસ્તકો એન દેવાડિયાએ એકત્ર કરી હતી જેમણે એપ્રિલ ૨૦૧૬માં રેડ્ડી પાસેથી આ ગોડાઉન ભાડે લીધું હતું.'

રચાકોન્ડા પોલીસ આયુકત મહેશ એમ ભાગવતે કહ્યું કે, 'ભાડુઆતે ૫૦ હજાર રૂપિયા માસિક ભાડું ચૂકવવાનું હતું અને તે ૧૪ મહિનાથી ભાડું આપી શકયો નથી, જે કુલ સાત લાખ રૂપિયા થાય છે. આવામાં નુકસાનની ભરપાઈ કરવા માટે આરોપીએ ચોરીનો રસ્તો અપનાવ્યો.' પોલીસે કહ્યું કે, ચોરી કરવામાં આવેલા પુસ્તકો ૧૦ ટ્રકમાં ભરી બેગમપેટમાં આવેલી એક પુસ્તકની દુકાનમાં પહોંચાડવામાં આવ્યા. દુકાનદાર મોહમ્મદ રિયાઝુદ્દીને ૧૫ લાખ રૂપિયામાં આ પુસ્તકો ખરીદ્યા. બાદમાં તેણે આ પુસ્તકો મુંબઈમાં એક અન્ય વેપારીને વેચી દીધી.

(2:23 pm IST)