Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

સ્માર્ટફોન પર ૫૦ મર્ડર-ટયુટોરિયલ જોઇને પતિએ કરી પત્નીની હત્યા

ચેન્નઇ તા.૨૫: તામિલનાડુંના વિલ્લુપુરમ જિલ્લામાં રામાદાસ નામના યુવકે ચાર વર્ષ પહેલાં પુષ્પા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેમને એક દીકરી પણ જન્મી. રામાદાસ કામકાજ માટે ઘણાં વર્ષોથી મુંબઇમાં જ રહેતો હતો, જો કે ચાર મહિના પહેલાં તે ગામ આવ્યો ત્યારે તેનો પત્ની સાથે વિવાદ થયો. ઝઘડાથી રિસાઇને પુષ્પા પિયર જતી રહી. આ દરમ્યાન રામાદાસે કોઇનેય ખબર ન પડે એ રીતે પુષ્પાની હત્યાનું કાવતરું ઘડયું. ૧૫ જુલાઇએ પુષ્પાનું શબ ગામના જ એક તળાવમાંથી મળી આવ્યું. શરૂઆતમાં તો આ એક અકસ્માત જ જણાયો, પણ પોલીસે વધુ પુછતાછ માટે રામાદાસનો ફોન જપ્ત કરી લીધો. ફોનમાંથી ઘણાબધા વિડિયો ડિલેટ કરવામાં આવ્યાં હતા. એના પર શંકા જતાં પોલીસે રિકવરી સોફટવેઅર દ્વારા ડિલીટ કરેલા વિડિયો રીસ્ટોર કર્યા. આ વિડિયો મર્ડર-ટયુટોરિયલના હતા. રામાદાસે પચાસથી વધુ મર્ડર-ટયુટોરિયલ વિડિયો જોઇને સલામત રીતે હત્યા કઇ રીતે થાય એ શીખી લીધું હતું. પુરાવાઓ સાથે કડક પુછતાછ કરતાં રામાદાસ પોલીસ સામે ભાંગી પડયો અને પોતાનો ગુનો કબૂલી લીધો.

(12:51 pm IST)