Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

UPA કરતા પણ મોદી સરકારે કરી છે સસ્તી ડીલ !

રાફેલ ડિલ પર થયો મોટો ખુલાસો : દરેક વિમાન પર ૫૯ કરોડ બચ્યા

નવી દિલ્હી તા. ૨૫ : રાફેલ વિમાન સોદામાં ગોટાળાની ગૂંજની વચ્ચે હવે નવો ખુલાસો થયો છે. મોદી સરકાર દરમ્યાન થયેલ રાફેલ ડીલ યુપીએ સરકારની સરખામણીમાં દરેક વિમાન પર ૫૯ કરોડ રૂપિયા સસ્તી થઇ છે. એટલે કે દરેક રાફેલ વિમાન પર મોદી સરકારે મનમોહન સરકારની સરખામણીમાં ૫૯ કરોડ રૂપિયા બચાવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકારે આ ખાસ વિમાનની ડીલમાં દેશના પૈસા બચાવ્યા છે અને કોંગ્રેસ સરકારની સરખામણીમાં દરેક વિમાનનો સોદો ૫૯ કરોડ રૂપિયા સસ્તો કરાયો છે. આ દસ્તાવેજો પ્રમાણે યુપીએ સરકાર દરમ્યાન ૩૬ રાફેલ વિમાનનો સોદો ૧.૬૯ લાખ કરોડમાં કરાયો હતો, જયારે મોદી સરકારે આ સોદો ૫૯૦૦૦ કરોડ રૂપિયામાં કર્યો.

એટલે કે કોંગ્રેસ સરકારની સરખામણીમાં મોદી સરકારે દરેક વિમાન પર ૫૯ કરોડ રૂપિયા ઓછો ખર્ચ કર્યો. આ હિસાબથી મોદી સરકારે એક વિમાનનો સોદો ૧૬૪૬ કરોડ રૂપિયામાં કર્યો, જયારે મનમોહન સિંહના કાર્યકાળમાં એક હેલિકોપ્ટરની કિંમત ૧૦૭૫ કરોડ રૂપિયા હતી.

મળતી માહિતી પ્રમાણે જે હેલિકોપ્ટરની ડીલ મોદી સરકારે કરી છે તે યુપીએ સરકાર દ્વારા લેવામાં આવી રહેલા વિમાન કરતાં ઘણી વધુ અસરદાર અને ટેકનિકી રીતે વધુ સક્ષમ બતાવામાં આવી રહી છે. વિમાનની અંદર પ્ચ્વ્ચ્બ્ય્ અને લ્ઘ્ખ્ન્ભ્ જેવી મિસાઇલો પણ છે, જે યુપીએની ડીલની અંતર્ગત લેવામાં આવેલ વિમાનોમાં નહોતી. દસ્તાવેજો પરથી એ માહિતી પણ સામે આવી છે કે મોદી સરકારે વિમાનની ડીલ કરી છે, તેમાં ભારત માટે ખાસ ૧૩ વસ્તુ વધારાઇ છે, જે બીજા દેશોને અપાતી નથી.

જો કે કોંગ્રેસનો આરોપ છે કે આ નવી ડીલમાં કોઇપણ પ્રકારની ટેકનોલોજીને ટ્રાન્સફર કરવાની વાત થઇ નથી. આથી અચાનક ભાવ વધવાની વાત સમજાતી નથી. કોંગ્રેસ રાફેલ ડીલને લઇ મોદી સરકારની વિરૂદ્ઘ અવાજ ઉઠાવી રહી છે. રસ્તાથી લઇ સંસદ સુધી અને પત્રકાર પરિષદથી લઇ સોશિયલ મીડિયા સુધી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના નેતા મોદી સરકાર પર રાફેલ ડીલમાં ગોટાળોનો આરોપ મૂકી રહ્યાં છે. કોંગ્રેસનો દાવો છે કે યુપીએ સરકારે જે હેલિકોપ્ટરની ડીલ કરી હતી, તે હેલિકોપ્ટરને મોદી સરકાર ત્રણ ગણી કિંમતમાં ખરીદી રહ્યું છે.

પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટનીએ કહ્યું કે કેટલીય કંપનીઓ સાથે વાત કર્યા બાદ ડિસેમ્બર, ૨૦૧૨માં રાફેલને સિલેકટ કરાઇ અને ૧૨૬ એરક્રાફટ લેવાની વાત કરાઇ હતી. મોદી સરકારે જે કંપનીને આ ડીલ આપી છે તેની પાસે તો ન તો પ્લેન એરક્રાફટ બનાવાનો અનુભવ છે અને ના તો લડાકુ એરક્રાફટ છે. તેના લીધે HALના કેટલાંય એન્જિનિયરોને પોતાની નોકરી હાથમાં ગુમાવી પડી. કોંગ્રેસે આરોપ મૂકયો છે કે નવી ડીલમાં કોઇપણ પ્રકારની ટેકનોલોજીને ટ્રાન્સફર કરવાની વાત કરાઇ નથી. પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટનીએ કહ્યું કે યુપીએ સરકારની ડીલ પ્રમાણે ૧૨૬માંથી ૧૮ એરક્રાફટ જ ફ્રાન્સમાં બનવાના હતા બાકીના તમામ HAL દ્વારા ભારતમાં બનાવાના હતા. તેમણે કહ્યું કે જયારે કોઇપણ પ્રકારની સિક્રેટ ડીલ થઇ જ નથી તો પછી સરકાર શું કામ ભાવ બતાવી રહી નથી?(૨૧.૧૦)

(11:58 am IST)