Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

મુંબઈ સજ્જડ બંધઃ ઠેર-ઠેર ચક્કાજામઃ રાજમાર્ગો સુમસામઃ છૂટીછવાઈ હિંસાઃ બોર્ડરે ગુજરાતની એસટી બસો અટકાવાઈ

મરાઠા અનામત આંદોલનની આગ મુંબઈ સુધી પહોંચીઃ શહેરમાં અનેક સ્થળે બેસ્ટની બસો પર પથ્થરમારોઃ કેટલાક ખાનગી વાહનોમાં તોડફોડઃ શાળા-કોલેજો, બજારો વગેરે બંધઃ ટેકસી અને રીક્ષા દોડતી નથીઃ મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્તઃ આંદોલનકારોએ મુખ્યમંત્રી ફડણવીશના રાજીનામાની માંગણી કરી

મુંબઈ, તા., ૨૫ : મરાઠા અનામતને લઈને ચાલી રહેલા આંદોલનની આગ મુંબઈ સુધી પહોંચી છે. ગઈકાલે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં બંધ રાખવામાં આવ્યા બાદ આજે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢમાં બંધનું એલાન આપવામાં આવ્યુ છે. જેની અસર જોવા મળી રહી છે. મરાઠા ક્રાંતિ મોરચા સમન્વય સમિતિ દ્વારા આપવામાં આવેલા બંધના કારણે મુંબઈના માર્ગો ખાલી જોવા મળી રહ્યા છે. ટેકસી અને રીક્ષા પણ જોવા મળતા નથી. આજે સવારે મુંબઈના કેટલાક વિસ્તારોમાં છૂટીછવાઈ હિંસા થયાના અહેવાલો મળી રહ્યા છે. નવી મુંબઈના ઘનસોલીમાં દેખાવકારોએ બેસ્ટની બે બસો ઉપર પથ્થરમારો કર્યો હતો. કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. એરોલી અને વાશી વચ્ચે બેસ્ટની બસોની સર્વિસ રોકી દેવામા આવી છે. બોર્ડરે ગુજરાત એસટીની બસો રોકવામાં આવી હતી.

જો કે બંધમાં શાળા-કોલેજો, મેડીકલ સ્ટોર, એમ્બ્યુલન્સ અને મૂળભૂત સેવાઓના બાકાત રાખવામાં આવેલ છે. આમ છતા અનેક શાળા-કોલેજોમા આજે રજા જાહેર કરી દેવામા આવી હતી. મુંબઈમાં કોઈ હિંસક તોફાન ન થાય તે માટે સજ્જડ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. તમામ પોલીસોને રસ્તા પર તૈનાત કરી દેવામાં આવ્યા છે. પોલીસની સ્પેશ્યલ બ્રાંચના લોકો પોતાની રીતે ગુપ્તચર માહિતી મેળવી રહ્યા છે.

મુંબઈમાં પરા વિસ્તારની અનેક બજારો પણ આજે સુમસામ જોવા મળી હતી. માયાનગરી મુંબઈનુ જનજીવન બંધના એલાન કારણે અસ્તવ્યસ્ત થઈ ગયેલુ જોવા મળી રહ્યુ છે. પોલીસે હાઈએલર્ટ પર રાખવામા આવેલ હોવાથી ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. લોકલ ટ્રેનોની સેવા યથાવત જોવા મળી રહી છે. જો કે રસ્તા પર ટેકસી અને રીક્ષા દોડતા દેખાતા નથી.

ગઈકાલે મહારાષ્ટ્ર બંધનું એલાન હતુ તે દરમિયાન વ્યાપક હિંસા થઈ હતી. ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવ્યા હતા. આંદોલનકારોએ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશના રાજીનામાની માંગણી કરી છે.

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને અનામતની માંગને લઇને ભારે વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. મંગળવારે આ પ્રદર્શનકારીઓ હિંસક બન્યતા આંદોલન પણ હિંસક બની ગયું છે. મંગળાવરે પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં એક કોન્સ્ટેબલનું મોત થયું હતું. પ્રદર્શન કર્તાઓએ અનેક ગાડીઓને આગ લગાવી હતી. જયારે કેટલાક પ્રદર્શન કર્તાઓએ આત્મહત્યાનો પ્રયત્ન પણ કર્યો હતો. નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની માંગને લઇને મરાઠા ક્રાંતિ મોર્ચાએ આજે બુધવારે મુંબઇ બંધનું આહ્વાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે આપવામાં આવેલું મહારાષ્ટ્ર બંધું એલાનની વધારે અસર ઔરંગાબાદ અને તેના આસપાસના જિલ્લાઓમાં જોવા મળી હતી. આ આંદોલન દરમિયાન એક પ્રદર્શનકર્તાનું મોત થયું હતું.

મરાઠા આંદોલનને લઇને થયી બસ સેવા પ્રભાવિત થઇ છે. સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી ઉપડતી ૪૫ જેટલી ટ્રીપો પ્રભાવિત થઇ છે. સુરતથી ઉપડતી બસોને અડધે રસ્તે રોકવી પડી છે. બપોર બાદ આંદોલનની અસર જોયા બાદ બસોને આગલ મોકલવા માટે નિર્ણય કરાશે. આમ એસટીને બે લાખુનું નુકસાન થશે

મરાઠા આંદોલનના પગલે બસોમાં આગ ચંપીને ધ્યાનમાં રાખીને ગુજરાત એસટી નિગમે ગુજરાતની મહારાષ્ટ્ર તરફ જતી બસોને ગુજરાતની સીમા પર અટકાવવામાં આવી છે.  જેના પગલે સાપુરતામાં મુસાફરો અટવાાયા છે.

થાણેમાં મરાઠા ક્રાંતિ મોર્ચના દેખાવકારોએ એક લોકલ ટ્રેનને રોકી, જોકે, પશ્વિમ રેલવેએ ટ્વિટ કરીને કહ્યું સેવાઓ રાબેતા મુજબ ચાલું છે.

પરિવહન નિગમના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે બસો ઉપર પથ્થરમારાને ધ્યાનમાં રાખીને બીઈએસટીએ પ્રભાવિત વિસ્તારમાં પોતાની સેવાઓ બંધ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં અનામતને લઇને મરાઠા ક્રાંતિ મોર્ચાના આંગદોલનને કોંગ્રેસ, એનસીપી અને લેફ્ટનું સમર્થન. કાંદિવલી ઇસ્ટમાં દેખાવકારોએ ટ્રાફિક બ્લોક ર્યો છે. ગાડીઓને હાઇવે તરફ જવા નથી દેતા પૂના રેલવે પ્રવકતાએ કહ્યું કે પુનામાં ટ્રેનોની અવર-જવર ઉપર બંધની કોઇ અસર પડી નથી.

નવી મુંબઇમાં મોટી સંખ્યામાં આંદોલનકારીઓ રસ્તાઓ ઉપર ઉતર્યા. ઠાણેમાં પ્રદર્શનકારીઓએ સરકારી બસ ઉપર કર્યો પથ્થરમારો. મહારાષ્ટ્ર બંધનું આહ્વાન આપનાર મરાઠા ક્રાંતિ મોર્ચાના નેતાએ કહ્યું કે, અમે રસ્તાઓ જામ નથી કરી રહ્યા, અમારું વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ છે. અમે અમારા કાર્યકર્તાઓને સૂચના આપી છે કે, આપણા વિરોધ પ્રદર્શનને લઇને પોલીસ અને સરકારને કોઇ પ્રકારની અસુવિધા ન થવી જોઇએ. અમે લોકોને પોતાની દુકાનો બંધ રાખવા માટે અપીલ કરી છે.

સીએમ દેવેન્દ્ર ફડણવીસે મુંબઇ પોલીસ કમિશનર સાથે વાત કરીને સ્થિતિની જાણકારી મળવી. તોડફોડ અને હિંસા સામે કડકાઇથી લડવાનો આદેશ પણ આપ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે ન્યૂઝ ૧૮ સાથે વાતચીત કરતા કહ્યું કે, અમે કોઇની પણ સાથે વાતચીત કરવા માટે તૈયારી છીએ. સરકાર સ્થિતિને કાબુમાં રાખવા માટે દરેક સંભવ પગલા લઇશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મરાઠા સમુદાયને અનામત આપવા માટે સરકાર સકારાત્મક છે પરંતુ કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાના કારણે તેમના હાથ બંધાયેલા છે.

મરાઠા ક્રાંતિ મોર્ચાના સંયોજનક રવિન્દ્ર પાટીલે કહ્યું કે, જયાં સુધી દેવેન્દ્ર ફડણવીસ મરાઠા સમુદાય પાસે માફી નહીં માગે ત્યા સુધી અમે અમારું પ્રદર્શન ચાલું રાખીશું. અમે ઔરંગાબાદ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં બંધ રાખીશું.

ઉલ્લેખનીય છે કે, રાજનીતિક રીતે પ્રભાવશાળી મરાઠા સમુદાય માટે અનામનો મામલો ખુબજ વિવાદાસ્પદ મુદ્દો છે રાજયની વસતીમાં આશરે ૩૦ ટકા મરાઠા છે. સમુદાયના નેતા પોતાની માંગણીને લઇને વિવિધ જિલ્લાઓમાં રેલીઓ કાઢી ચુકયા છે. ગત વર્ષ મુંબઇમાં મરાઠા ક્રાંતિ મોર્ચાએ એક વિળાશ રેલીનું આયોજન કર્યું હતું. કાલે મંગળવારે નદીમાં કૂદીને જીવ આપનાર મરાઠા પ્રદર્શનકારીના અંતિમ સંસ્કાર સ્થળ પાસે જ પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પોસ્ટમોર્ટ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. કોન્સ્ટેબલના હાથ અને પગ ઉપર નિશાન હતા. તેમની જગ્યાએ તૈનાત અન્ય પોલીસ કર્મચારીઓ પણ પથ્થર મારા માં મોતને ભેટ્યા હતા. મળતી માહિતી પ્રમાણે પ્રદર્શનકારીઓએ સોલાપુરમાં સરકારી બસમાં તોડફોડ કરીને આગ લગાવીની કોશિશ કરી છે. મરાઠા અનામત આંદોલનનો આજે બીજો દિવસ છે અને મુંબઇમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. મરાઠા ક્રાંતિ મોર્ચાના બંધની અસર મુંબઇમાં જોવા મળી રહી છે. સવારના સમયથી જ રસ્તાઓ સુમસાન દેખા રહ્યા છે. જયારે ટ્રાફિક ઓછો છે.(૪.૧૦)

(3:52 pm IST)