Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

મારૂતિએ 34 વર્ષ 6 મહિનામાં 2 કરોડ કારોનું ઉત્પાદન કરી રચ્યો ઈતિહાસ

મુંબઈ :કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ એક નવો કિર્તિમાન સ્થાપિત કરી દીધો છે. કંપનીના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 1983માં મારૂતિ સુઝુકીએ કાર ઉત્પાદન શરૂ કર્યું હતુ, ત્યાર બાદ 34 વર્ષ 6 મહિનામાં 2 કરોડ કારોનું ઉત્પાદન કરી ઈતિહાસ રચી દીધો છે. કંપનીએ માનેસર અને ગુરૂગ્રામ પ્લાંટથી 2 કરોડ કારોનું ઉત્પાદન કર્યુ છે. હાલ મારૂતિ સુઝુકીનાં 16 મૉડલની કારો બજારમાં છે.

(11:46 am IST)