Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

ભ્રષ્ટ્રાચારને લાગશે લગામ :એન્ટી કરપ્શન બિલ સંસદમાં સર્વસંમતિથી પાસ :લાંચ આપનારને થશે સાત વર્ષની સજા

નવી દિલ્હી :ભ્રષ્ટ્રચાર અને લાંચ ને લગામ લગાવવા સંસદમાં એન્ટી કરપ્શન બિલ સર્વસંમતિથી પાસ થયું છે લોકસભામાં રજૂ થયેલ આ બિલને તમામ પક્ષોએ પાસ કર્યું છે આ વિધેયકમાં લાંચ આપનારને  તેમજ સરકારના પૂર્વ અધિકારીઓ પર  સખ્ત કાર્યવાહી કરવા મંજૂરી અપાઈ છે

  સંસદમાં બિલ રજૂ કરતા રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું કે વિધેયક એવા અધિકારીઓને સુરક્ષા આપશે જે પોતાનું કાર્ય ઈમાનદારીથી કરી રહ્યાં છે જયારે જે પોતાનું કામ ઈમાનદારીથી નથી કરતા તેની સામે કડક કાર્યવાહી કરાશે

   જીતેન્દ્રસિંહે કહ્યું કે વિધેયકમાં ભ્રસ્ટાચારના મામલાની ત્વરિત સુનાવણી સુનિશ્ચિત કરવાની જોગવાઈ છે વિધેયકમાં લાંચ લેવાના આરોપીઓને દંડ અને ત્રણથી સાત વર્ષની જેલની સજાની પણ જોગવાઈ છે બિલમાં લાંચ આપનારા માટે પણ ઉક્ત જોગવાઈ પહેલીવાર સામેલ કરી છે

(12:00 am IST)