Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ઓડિસામાં ફાની વાવાઝોડાએ બેઘર બનાવી દીધેલા આદિવાસી વિસ્તારોની વહારે મુંબઇના યુવાનોઃ ''લીવીંગ ટુ ચેન્જ'' તથા ''મયુરભંજ ફાઉન્ડેશન''ના ઉપક્રમે રાહત કાર્ય હાથ ધરાયું

મુંબઇઃ ભારતના ઓડિસામાં ફાની વાવાઝોડાએ મચાવેલા હારાકારથી હજુ સુધી પણ અસરગ્રસ્ત તેવા વન વિસ્તારમાં મદદરૂપ થવા મુંબઇના ''લીવીંગ ટુ ચેન્જ'' તથા ''મયુરભંજ ફાઉન્ડેશન''ના ઉપક્રમે ૧૫ થી ૧૮ જુન ૨૦૧૯ દરમિયાન રાહતકાર્ય હાથ ધરાયુ હતું.

આ રાહતકાર્યમાં જોડાયેલા યુવા સમુહ ધૃવ મહેતા (ઉ.વ.૧૨) રાહિલ મહેતા (ઉ.વ.૧૪) માનિત શાહ (ઉ.વ.૧૬) લતિશા શાહ (ઉ.વ.૨૩) તથા યશ મહેતા (ઉ.વ.૨૩)ની ટીમ મયુરભંજ ખાતે જોડાઇ હતી. જેઓને સ્થાનિક સાહસિક અક્ષિતા ભંજદેવ (બેલગાડીઆ પેલેસ, મયુરભંજ ડીરેકટર)નો સહયોગ પ્રાપ્ત થયો હતો.

મયુરભંજ ગાઢ જંગલ ધરાવતો વિસ્તાર  છે. જયાં આદિવાસી પ્રજાજનો વસે છે. જેઓને ફાનિ વાવાઝોડાની વધુ અસર થઇ છે. ત્યાં વસતા લોકોના રહેણાંક ઉપરના છાપરા ઉડી ગયા છે અથવા તો તૂટી ગયા છે. જે રીપેર કરાવવાની આ લોકોની શકિત નથી. ઉપરાંત ચોમાસુ નજીક હોવાથી આશરો પણ જરૂરી છે. તેથી ૪ દિવસ દરમિયાન કરાયેલા રાહતકાર્ય અંતર્ગત તેઓને આશ્રય, ખોરાક, તથા સ્વચ્છતાને લગતી પ્રવૃતિઓ હાથ ધરાઇ હતી.

તેમજ મહિલાઓ તથા અનાથોને અને દિવ્યાંગોને કપડા, દાંતની સફાઇ માટેના સાધનો સેનેટરી કિટસ સ્કૂલ બેગ્સ સ્ટેશનરી સહિતની ચીજોનું વિતરણ કરાયું હતું. તથા તેમનું જીવન પૂર્વવત બને તે માટે પ્રયત્નો કરાયા હતા.

આ સત્કાર્ય વિષયક વિશેષ માહિતી માટે શ્રી હર્ષલા નાયક, કોન્ટેક નં.૦૯૬૧૯૭ ૦૦૧૬૧, અથવા શ્રી કિરણ રાવનો કોન્ટેક નં.૦૯૬૧૯૭ ૦૦૧૬૪ દ્વારા સંપર્ક સાધવા સુશ્રી અશ્વિની શીંદેની યાદીમાં જણાવાયું છે.

(8:18 pm IST)