Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

અમેરીકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ત્રણ દિવસના ભારતના પ્રવાસે : આતંકવાદ સહિત મુદ્દા પર થશે ચર્ચા

પીએમ મોદી અને વિદેશમંત્રી એસ.જયશંકર સાથે કરશે મુલાકાત

નવી દિલ્હી : અમેરિકાના વિદેશ પ્રધાન  માઈક પોમ્પિયો આજથી ત્રણ દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમ્યાન તેઓ ટ્રેડ ટેરિફ અને આતંકવાદ મુદ્દે ભારત સરકાર સાથે ચર્ચા કરશે.

   પોમ્પિયોની આ મુલાકાત એટલા માટે મહત્વની છે કેમ કે, એક સપ્તાહ બાદ જાપાનમાં જી-20ની બેઠક મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે અમેરિકાની 28 વસ્તુ પર ટેક્સ લાગુ કર્યો છે. જે બાદ અમેરિકાએ પણ ભારત વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. ત્યારે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર નીતિમાં આવેલા મોટા ફેરફાર વચ્ચે પોમ્પિયોની મુલાકાત બન્ને દેશ માટે મહત્વની માનવામાં આવી રહી છે.

(1:20 pm IST)