Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ભાજપે આજે આપાતકાળ વિરોધી દિવસ મનાવ્યો

કોંગ્રેસને ધેરવાની તૈયારીઃ ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાશે

નવીદિલ્હી, તા.૨૫: આજ થી ૪૩ વર્ષ પહેલા ૧૯૭૫ની ૨૫-૨૬ જુનની રાત લગાવેલા આપાતકાળના વિરોધમાં બીજેપી આપાતકાળ વિરોધી દિવસ મનાવી રહી છે. દિલ્હી પ્રદેશ બીજેપીએ કહ્યું કે પ્રજાના મૌલીક અધિકારોનું હનન કરવાના વિરોધમાં સજુને આપતકાળ વિરોધી દિવસ મનાવશે. આ મોકા પર પ્રદેશ ભાજપા આપાતકાળ બંદી સ્મરણ સમિતિની દ્વારા આજે એક કાર્યક્રમનું આયોજન થશે.તેમાં આપાતકાળ દરમ્યાન લોકતંત્ર બચાવા માટે કાર્ય કરતા લોકોનું સન્માન કરવામાં આવશે. દિલ્હી પ્રદેશ ભાજપા અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે ૨૫ જુન ૧૯૭૫ના રોજ કોંગ્રેસે આપાતકાળ લગાવીને નાગરીકોના મૌલિક અધિકારોનું હનન કર્યુ હતું. તે સમયથી કોંગ્રેસમાં આંતરિક લોકતંત્ર પણ ખત્મ થઇ ગયું છે તેઓએ કહ્યું કે ભાજપ દિલ્હીના દરેક ૧૪ સંગઠનાત્મક જીલ્લામાં આપાતકાળ વિરોધી કાર્યક્રમ કરીને કોંગ્રેસના લોકતંત્ર વિરોધી ચરિત્રને ઉજાગર કરશે. લોકોએ ખાસકરીને નવી પેઢીને એ જણાવાશે કે કોંગ્રેસ કઇ રીતે લોકતંત્ર હત્યા કરે છે.(૨૨.૧૧)

 

(3:52 pm IST)