Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

મોદી સરકારની ઓફર : ૨૫ વર્ષ સુધી મફતમાં મળશે વિજળી

સોલાર પેનલ લગાવનારાઓને કેન્દ્ર સરકારની ન્યુ એડ રિન્યૂએબલ એનર્જી મંત્રાલય રૂફટોપ સોલાર પ્લાન્ટ પર ૩૦ ટકા સબસિડી આપે છે : સબસિડી વિનાના રૂફટોપ સોલાર પેનલ લગાવવા પર ૧ લાખ રૂપિયા

નવી દિલ્હી તા. ૨૫ : કેન્દ્ર સરકારની દ્વારા એક એવી સ્કીમ છે, જેમાં તમે ફકત ૭૦ હજાર રૂપિયા ખર્ચીને ૨૫ વર્ષ સુધી મફત વિજળી મેળવી શકો છો. દર મહિને વિજળીના ભારે ભરખમ બિલનું ટેન્શન ખતમ કરવા માટે એક સારી ઓફર છે. જોકે સોલાર પેનલ લગાવનારાઓને કેન્દ્ર સરકરની ન્યૂ એંડ રિન્યૂએબલ એનર્જી મંત્રાલય રૂફટોપ સોલર પ્લાન્ટ પર ૩૦ ટકા સબસિડી આપે છે. સબસિડી વિનાના રૂફટોપ સોલર પેનલ લગાવવા પર ૧ લાખ રૂપિયા રૂપિયાનો ખર્ચ આવે છે.

એક સોલાર પેનલની કિંમત લગભગ ૧ લાખ રૂપિયા છે. રાજયોના અનુસાર આ ખર્ચ અલગ અલગ હોય છે. સબિસિડી બાદ એક કિલોવોટના સોલાર પ્લાન્ટ માત્ર ૬૦ થી ૭૦ હજાર રૂપિયામાં ગમે ત્યાં ઇન્ટોલ કરી શકાય છે. તો બીજી તરફ કેટલાક રાજય તેના માટે અલગથી વધારાની સબસિડી પણ આપે છે.

સોલાર પેનલ ખરીદવા માટે તમે રાજય સરકારની રિન્યૂએબલ એનર્જી ડેવલોપમેન્ટ ઓથોરિટીનો સંપર્ક કરી શકો છો.  રાજયોના મુખ્ય શહેરોમાં ઓફિસ બનાવવામાં આવી છે. દરેક શહેરમાં પ્રાઇવેટ ડીલર્સ પાસે પણ સોલાર પેનલ ઉપલબ્ધ છે. ઓથોરિટી પાસેથી લોન લેવા માટે પહેલાં સંપર્ક કરવો પડશે. સબસિડી માટે ફોર્મ પણ ઓથોરિટી કાર્યાલય પાસેથી મળશે.

સોલાર પેનલની ઉંમર ૨૫ વર્ષની હોય છે. આ વિજળી તમને સૌર ઉર્જા દ્વારા મળશે. તેની પેનલ પણ તમારા ધાબા પર લાગશે. આ પ્લાન્ટ એક કિલોવોટથી પાંચ કિલોવોટ ક્ષમતા સુધી રહેશે. આ વિજળી ના ફકત નિશુલ્ક રહેશે, પરંતુ પ્રદૂષણ મુકત પણ હશે.

સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખતાં આ પહેલ શરૂ કરવામાં આવી છે. જરૂરિયાત અનુસાર પાંચસો વોલ્ટ સુધીની ક્ષમતાના સોલાર પાવર પેનલ લગાવી શકો છો. તેના હેઠળ પાંચ સો વોટના એવા દરેક પેનલ પર ૫૦ હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવશે.

સોલાર પેનલમાં મેટનેંસ ખર્ચ આવતો નથી. પરંતુ દર ૧૦ વર્ષે એક બેટરી બદલવી પડે છે. જેનો ખર્ચ લગભગ ૨૦ હજાર રૂપિયા આવે છે. આ સોલાર પેનલને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી લઇ જઇ શકાય છે.

એક કિલોવોટની ક્ષમતાના સોલર પેનલમાં સામાન્ય રીતે એક ઘરની જરૂરિયાતની વિજળી મળી જાય છે. જો એક એરકંડીશનર ચલાવવું હોય તો બે કિલોવોટ અને બે એર કંડીશનર ચલાવવા છે તો ત્રણ કિલોવોટ ક્ષમતાના સોલર પેનલની જરૂરિયાત પડશે.

મંત્રાલયે બધા રાજયો માટે ટાર્ગેટ નક્કી કરી દીધો છે. મંત્રાલયના અનુસાર રૂફટોપ સોલાર પ્લાન્ટથી સૌથી વધુ વિજળી ઉત્પન્ન કરવાનો ટાર્ગેટ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશને આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર ૨૦૨૨ સુધી ૪૭૦૦ મેગાવોટ અને ઉત્તર પ્રદેશ ૪૩૦૦ વેગાવોટ વિજળી ઉત્પન્ન કરશે. આ ઉપરાંત ગુજરાતને ૩૨૦૦ મેગાવોટ, તમિલનાડુને ૩૫૦૦ મેગાવોટ, મધ્ય પ્રદેશને ૨૨૦૦ મેગાવોટ, ઓડિશાને ૧૦૦૦ મેગાવોટ, પશ્વિમ બંગાળને ૨૧૦૦ મેગાવોટ, કર્ણાટકને ૨૩૦૦ મેગાવોટ, દિલ્હીને ૧૧૦૦ મેગાવોટ, છત્તીસગઢને ૭૦૦ મેગાવોટનો ટાર્ગેટ આપવમાં આવ્યો છે. નાના રાજયો માટે ૧૦૦થી માંડીને ૨૫૦ મેગાવોટ સુધી ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

(3:35 pm IST)