Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

એનડીએ માંથી વધુ એક પાર્ટી અલગ?

પેટાચૂંટણીની હાર પછી ભાજપ થી અંતર વધ્યું ઝારખંડમાં

નવી દિલ્હી તા. ૨૫: ઝારખંડમાં ભાજપાના સુખ દુઃખમાં હંમેશા સાથે રહેનાર ઓલ ઝારખંડ સ્ટુડન્ટસ યુનીયન(આજસુ) સંકેત આપ્યા છે કે ભાજપા પોતાનું વર્તન નહીં સુધારે તો આવતી ચૂંટણીમાં તે પોતાનો નોખો ચોકો ઉભો કરશે અને બધી એટલે કે ૮૧ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. અઠવાડીયા પહેલા જ બિહારમાં સત્તામાં ભાગીદાર નીતીશ કુમારના જેડીયુ પક્ષે લોકસભા અને વિધાનસભાની બધી બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી છે. આજસુના હટી જવાથી ભાજપા ઝારખંડમાં એકલા પડી જશે.

આજસુ નેતાઓનો આરોપ છે કે રાજયમાં પુર્ણ બહુમત મળી ગયા પછી ભાજપાનું વર્તન બદલાઇ ગયું છે જયારે અત્યાર સુધી આજસુના ટેકાથી ભાજપા સરકાર બનતી હતી.

દૈનિક જાગરણના સમાચાર પ્રમાણે આજસુ મહાસચીવ રામચંદ્ર સાહીસે કહયું કે ભાજપા ૨૦૦૦ ની સાલ ભુલી ગઇ છે. જયારે ખાલી સુદેશ મહતોના જોરે ભાજપા સરકાર બની હતી. ૨૦૧૪ની ચૂંટણીમાં ૮૧ સીટવાળા વિધાનસભામાં ભાજપાને ૩૭, આજસુને પ બેઠકો મળી હતી. ઝારખંડ વિકાસ મોર્ચાને છ બેઠકો મળી હતી પણ ભાજપાએ તેના બધા વિધાયકને ફેબ્રુઆરી ૨૦૧૫માં ભાજપામાં ભેળવી દીધા હતા. (૧.૬)

 

(11:50 am IST)