Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં મેઘમહેર વરસશે

અરબી સમુદ્રમાં એક સાયકલોનીક સરકયુલેશન અને ગુજરાતથી કેરળ સુધી ઓફસોર ટ્રફ છવાયુઃ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે : એક સિસ્ટમ્સ મજબૂત બનશે તો વરસાદનો સારો રાઉન્ડ આવી શકેઃ :ચોમાસુરેખા વેરાવળથી અમરેલીથી અમદાવાદ અને પૂર્વ ગુજરાતમાંથી પસાર થાય છે : તા.૨૮, ૨૯, ૩૦ સૌરાષ્ટ્રમાં મેઘરાજા જમાવટ કરશે?

રાજકોટ, તા. ૨૫ : લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ મેઘમહેર વરસી છે. શનિવારે ભીમ અગિયારસના દિવસે મેઘરાજાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જમાવટ કરી હતી. ગઈકાલે રવિવારે રજાના દિવસે પણ મેઘમહેર જોવા મળી હતી. દરમિયાન હજુ ત્રણેક દિવસ છૂટાછવાયા સ્થળોએ વરસાદ ચાલુ રહેશે. ખેડૂતો માટે વાવણીલાયક વરસાદની સંભાવના છે. એક અપરએર સાયકલોનીક સિસ્ટમ્સ બની છે જો આ સિસ્ટમ્સ તેની દિશા બદલી ગુજરાત તરફથી પસાર થાય તો સારો વરસાદનો રાઉન્ડ આવી શકે છે.

 

હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યુ હતું કે અરબી સમુદ્રમાં એક સાયકલોનીક સરકયુલેશન છે અને ગુજરાતથી કેરાલા સુધી એક ઓફસોર ટ્રફ છવાયુ છે. જેની અસરથી સૌરાષ્ટ્રના દરીયાકાંઠાની નજીકના વિસ્તારોમાં આગામી ત્રણેક દિવસ છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે. જયારે એકાદ - બે જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.

 

દરમિયાન હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે બે દિવસ પહેલા ચોમાસુ વલસાડ સુધી પહોંચ્યું હતું ગઇ કાલે સમગ્ર દક્ષિણ ગુજરાત માં બેસી ગયું છે.ચોમાસું રેખા વેરાવળથી અમરેલીથી અમદાવાદ તેમજ પુર્વ ગુજરાત માંથી પસાર થાય છે  છેલ્લા બે દિવસ થી દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાતના ભોગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ નોંધાયો હતો. ગઇ કાલે સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાત વચ્ચે સર્જાયેલ એક નબળું યુ.એ.સીના પરિણામે વહેલી સવારથી જ અમદાવાદ વડોદરા સુધીના વિસ્તારોમાં તેમજ  દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટા હળવો કે  મધ્યમ વરસાદ થયેલ છે. તેની અસરથી દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં આજે ભારે થી અતિભારે પડશે.તેમજ દ.ગુજરાત લાગુ ગુજરાતના ભાગો તેમજ આવતી કાલે ઉતર ગુજરાતના વિસ્તારમાં પણ  સારી શકયતા છે.

આગામી ત્રણેક દિવસ પણ છુટા છુવાયા વિસ્તારો માં વરસાદી એકટીવીટી જળવાઇ રહે તેવું અનુમાન છે.હવામાન વિભાગના કહેવા પ્રમાણે બે દિવસમાં સૌરાષ્ટ્રના વધુ વિસ્તારમાં ચોમાસુનું આગમન થાય તેવી શકયતા છે.જયારે તા.૨૭ના રોજ બી.ઓ.બીમાં એક યુ.એ.સી આકાર પામશે. જે સીસ્ટમ ક્રમશઃ આગળ વધીને મધ્યપ્રદેશથી દક્ષિણ રાજસ્થાન બાજુ પસાર થશે જે ઉત્ત્।ર પૂર્વ ગુજરાતમાં સારો વરસાદ આપશે. જો યુ.એ.સી મજબુત બને કે તેની દિશા બદલે અને મધ્યપ્રદેશ થી ઉતર ગુજરાત પરથી પસાર થાય  તો તા.૨૮.૨૯.૩૦માં સૌરાષ્ટ્રને પણ વરસાદનો સારો રાઉન્ડ મળી શકે તેમ છે.(૩૭.૩)

(11:46 am IST)